એક સમયે સરકારી શાળામાં હતી ગણિતની ટીચર, નિવૃત્ત થતાં જ વહુ-દીકરાઓએ કર્યાં એવા હાલ કે…

કોઈ પણ માતા તેના જીવનમાં બાળકથી વધારે પ્રેમ કોઈને કરતી નથી. તે પોતે ભૂખી રહીને,પણ બાળકનું પેટ ચોક્કસપણે ભરે છે. પરંતુ કળિયુગના બાળકો તેમના માતાપિતા માટે આવો પ્રેમ અને સ્નેહ રાખતા નથી. કેરળના મલ્લાપુરમમાં એક સ્કૂલ ટીચરને તેનાં વહુ-પુત્રએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મહિલા રેલ્વે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી હતી. એક દિવસ જ્યારે તેના કેટલાક એક્સ વિદ્યાર્થીઓએ મહિલાને ઓળખી, ત્યારે આખો મામલો ચર્ચામાં આવ્યો.

શાળામાં ભણાવતી હતી મહિલા
મહિલાની ઓળખ વિદ્યા એમ.આર.ના નામથી થઈ હતી. તે કેરળના મલ્લાપુરમમાં એક શાળાની શિક્ષિકા હતી. શાળામાં વિદ્યા વિદ્યાર્થીઓને ગણિત શીખવતી હતી. વિદ્યાની ગણતરી સ્કૂલના હોંશિયાર શિક્ષકોમાં કરવામાં આવતી હતી. પરંતુ વર્ષો પછી, જ્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમના પ્રિય શિક્ષકને ભીખ માંગતા જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

પહેલા તો ઓળખી ન શક્યા
સ્ટેશન પર ભીખ માંગતી મહિલાને કેટલાક યુવકોએ જોઇ હતી. તે સ્ત્રીને પરિચિત લાગી હતી. પહેલાં તેમને યાદ ન આવ્યુકે, તેમણે તેને ક્યાં જોઈ છે? પરંતુ થોડા સમય પછી તેમણે તેમના ગણિતના શિક્ષકને ઓળખી લીધી. જ્યારે તેમણે તેના શિક્ષક સાથે વાત કરી ત્યારે વિદ્યા રડી પડી.

પુત્ર-વહુએ ભિખારી બનાવી
વિદ્યાએ તેની દુર્દશા વિશે જણાવ્યું હતું કે તેની હાલતનાં જવાબદાર તેનો પુત્ર-વહુ છે. તેમણે સૌ પ્રથમ કાલી-ઘેલી વાતો કરીને વિદ્યા પાસેથી તેનાં રિટારમેન્ટનાં પૈસા પડાવી લીધા. આ પછી દીકરાએ પેન્શન પણ ઉપાડવાનું શરૂ કર્યું. જ્યારે તે કોઈ કામની ન રહી, ત્યારે તેણીને લાવીને તેને સ્ટેશન પર છોડી દીધી અને કદી પાછા ફર્યા નહીં.

જીવવા માટે માંગવા લાગી ભીખ
સ્ટેશને થોડો સમય રડ્યા પછી વિદ્યા ત્યાં ભીખ માંગવા લાગી. તેના પરિવારમાંથી મળેલાં દગાએ તેની બધી આશાઓ પૂરી થઈ ગઈ. પરંતુ સ્ટેશન પર મળેલા વિદ્યાર્થીઓ તેમની સાથે વિદ્યાને લઈને આવ્યા હતા.

તેમણે વિદ્યાને રહેવા માટે એક ઘર આપ્યું હતું અને હવે તે તેની સંભાળ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકની વાર્તા શેર કરી ત્યાંથી તે વાયરલ થઈ. જ્યારે લોકો આ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કળિયુગી પુત્ર અને પુત્રવધૂ ઉપર થૂ-થૂ કરી રહ્યા છે.

error: Content is protected !!