સુહાગરાત મનાવી ને સવારે પતિએ ટ્રેન આગળ પડતું મૂક્યું

લવ મેરેજના બીજા જ દિવસે એક યુવકે સોહબતિયાબાગની પાસે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. પોતાના મોત માટે તેણે પત્નીને જવાબદાર ગણાવી છે. આ માટે જાર્જટાઉન પોલીસે સુસાઈડ નોટના આધારે યુવકની પત્ની અને તેના બે પ્રેમીઓની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કીડગંજમાં મલાકરાજ નિવાસી વિજય કેસરવાનીના પુ્ર શુભમને દારાગંજ વિસ્તારની રહેવાસી એક યવતીથી લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતી. થોડા દિવસ પહેલાં બન્નેના ઘરેથી ભાગી ગયા હતાં. તે દિવસે પહેલા શુભમ પ્રેમિકાને લઈને ઘર આવ્યો હતો અને રહેવા લાગ્યો હતો. રવિવારે તેણે પોતાની પ્રેમિકાની સાથે આર્ય સમાજ મંદિર જઈને લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ બન્ને ઘરે આવ્યા હતાં. સોમવાર તે ઘરેથી નિકળ્યો અને સોહબતિયાબાગની પાસે રેલવે લાઈન પર જઈને ટ્રેન આગળ કુદી ગયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જાર્જટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેનું ખિસ્સુ તપાસતાં સુસાઈડ નોટની સાથે તેના ઘરનું એડ્રેસ મળ્યું હતું

સમાચાર મળતાં જ પરિવારજનો રડતાં-રડતાં ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. પોલીસે પરિવારજનોને વાતચીત કરી તો તે લોકોએ જણાવ્યું કે, શુભમે પોતાની મરજીથી લગ્ન કર્યાં હતાં. કોઈને વિરોધ નહતો અને બધાં લોકો રાજી હતા. પરંતુ જ્યારે પોલીસને સુસાઈડ નોટ વિશે કહ્યું તો પરિવારના બધાં સભ્યો હતપ્રભ થઈ ગયા હતાં.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સુસાઈડ નોટમાં શુભમે લખ્યું હતું કે, તેને અને તેના પરિવારજનોને તેની પત્ની અને તેના બે પ્રેમી બદનામ કરી રહ્યા હતાં. તેની પત્નીને બે પૂર્વ પ્રેમી હતાં, જેમને તેને ઘણાં ફોટો બતાવ્યા હતાં. આ માટે તે આત્મહત્યા કરી રહ્યો છે. તેની મોતની જવાબદારી તેની પત્ની અને તેના બે પ્રેમી છે. સુસાઈડ નોટના આધારે મૃતકની પત્ની સહિત ત્રણ લોકોની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમની ધરપકડ થયા બાદ સમગ્ર ઘટનાની પૃષ્ટિ કરવામાં આવશે.

શુભમ અને તેની પત્નીના પૂર્વ બે પ્રેમીઓની વચ્ચે ઘણીવાર પંચાય હોવાની વાત પણ સામે આવી રહી છે. શુભમને જ્યારે યુવતીની નજીક આવવા લાગી તો તેના બન્ને પ્રેમી તેનાથી વેરજેર રાખવા લાગ્યા હતાં. તેને લઈને ઘણીવાર વિવાદ પણ થયો હતો. પોલીસ અધિકારીનું કહેવું છે કે, શુભમ અને તેની પત્નીને પૂર્વ પ્રેમીઓની વચ્ચે ઘણીવાર પંચાયત હોવાની વાત પણ કહેવામાં આવતી હતી. પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!