પોરબંદરના નાયબ મામલતદાર નિલેશકુમાર મહેતાએ સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી કરાવી

પોરબંદર ; રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા બચપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા, પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતિરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને એ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો, પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્નજીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટાછેડા થયા.

બાદમાં તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. હાલ તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે.

બીજો કિસ્સો પોરબંદરની જ 29 વર્ષીય ખુશ્બૂ કક્કડનો છે. 6 વર્ષની ઉંમરથી પોતે છોકરી હોવા છતાં છોકરો હોય એવી તેને અનુભૂતિ થવા લાગી હતી. એને લીધે તેની ઉંમર 13 વર્ષની થઈ ત્યારે તેને મનોમન નક્કી કરી લીધું કે મારે છોકરીમાંથી છોકરો બની જવું છે અને ગત વર્ષે તેણે પણ આ અંગેની વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી. હવે તે ખુશ્બૂમાંથી આદિત્ય નામનો યુવાન બની ગયો હતો.

ખુશ્બૂને યુવક બનવું હતું અને એના માટે તેણે ગત 27 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ સર્જરી કરવી હતી. રૂપિયા 130000ના ખર્ચે દિલ્હીમાં થયેલી આ પ્રથમ સર્જરીમાં આ યુવતીની ચેસ્ટનું ઓપરેશન કરી યુવક જેવી તબદિલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પણ હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આગામી સમયમાં તેના સ્ત્રીના પ્રજનન અવયવમાથી કૃત્રિમ પુરુષના પ્રજનન અવયવમાં તબદિલ કરવાની સર્જરી કરવામાં આવશે. યુવતીમાંથી યુવક બનેલી આ વ્યક્તિ કુંવારી છે અને હવે તે આગામી જિંદગી એક પુરુષ તરીકે મેળવવા માગે છે.

સર્જરીનો ખર્ચ 5થી 10 લાખ આવે છે, શરૂઆત હોર્મોન ટ્રીટમેન્ટથી
સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય કે પુરુષમાથી સ્ત્રી બનવું હોય તો એની સર્જરીનો ખર્ચ રૂ. 5થી 10 લાખ આવે છે અને આ પ્રકારની સર્જરી દિલ્હીમાં થતી હોવાનું આ બંને વ્યક્તિએ જણાવ્યું હતું. જાતિ બદલવા માટે સર્જરી પહેલાં હોર્મોન ટ્રીટમેન્ટ લેવી પડે છે. હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તેનો અવાજ બદલાઈ જાય છે અને તેને દાઢી-મુછના વાળ આવવા લાગે છે. જ્યારે પુરુષમાંથી સ્ત્રી બનવા માટેની હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ પુરુષના ચહેરાનો દેખાવ બદલાવા લાગે છે તેમજ પુરુષની છાતીનો ભાગ સ્ત્રીની છાતી જેવો બદલાવા લાગે છે.

error: Content is protected !!