બિગ બીની દોહિત્રી પ્રેમમાં પડી?: નવ્યાનું આ વ્યક્તિ સાથે ચાલે છે ઇલુ ઇલુ? એક ઇન્ટરવ્યુમાં આડકતરી કબૂલાત કરી

એક્ટર-ડાન્સર જાવેદ જાફરીના દીકરા મીઝાને હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ‘હું અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાથી ક્લોઝ છું અને મને તે આકર્ષક લાગે છે.’ આ ઇન્ટરવ્યુમાં તે પોતાની બહેન અલાવિયા સાથે હતો. અલાવિયાને પૂછ્યું કે‘ મીઝાન તારા મિત્રને ડેટ કરે છે તો તેણે કહ્યું, મને આ યોગ્ય લાગે છે.’

મીઝાનને નવ્યા અટ્રેક્ટિવ લાગે છે
મીઝાને કહ્યું, ‘નવ્યા નવેલી નંદા, અલાવિયાની એક દોસ્ત મને આકર્ષક લાગે છે અને મારા ક્લોઝ ફ્રેન્ડમાં તે પણ સામેલ છે. મને અમુક છોકરીઓએ છોડી દીધો કારણ કે એ સમયે હું બીજી છોકરીઓ સાથે વાત કરી રહ્યો હતો. મને છોકરીની ફિટ ટોન્ડ બોડી વધારે અટ્રેક્ટ કરે છે.’

અલાવિયાને કોઈ વાંધો નથી
વાતચીત દરમિયાન અલાવિયાને મીઝાન અને તેના મિત્ર સાથે ડેટિંગ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, ‘મને સારું લાગે છે, મીઝાન મારા દોસ્તને ડેટ કરે છે.’ મીઝાને એક વાત પણ ઉમેરી હતી કે તે ‘અવેલેબલ’ છે.

મીઝાન અને નવ્યા સારા મિત્રો છે
આની પહેલાં મીઝાને નવ્યા સાથે તેની મિત્રતા વિશે કહ્યું હતું, ‘અમે એક જ ફ્રેન્ડ સર્કલનાં છીએ. તે મારી બહેનની બેસ્ટ અને મારી સારી મિત્ર છે. હું કોઈ સાથે રિલેશનશિપમાં નથી. મારા પેરન્ટ્સ પણ અમુક ન્યૂઝ વાંચીને મને પૂછે છે કે આ બધું હું ચાલી રહ્યું છે? હું તેમને જવાબમાં કહું છું, મને પોતાને ખબર નથી.’

‘હું સિંગલ છું’
મીઝાને થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હું સિંગલ છું. મને ખબર નથી કે મારી લાઈફમાં આ રિલેશનશિપનું નામ ક્યાંથી આવ્યું? હું તો સિંગલ છું.’

error: Content is protected !!