નાના પાટેકર પાસે છે કરોડોની સંપત્તિ ને આલીશાન ફાર્મહાઉસ છતાંય જીવે છે જીવન એકદમ સાદગીથી, જુઓ તસવીરો
આપણા બોલીવૂડના અનેક દિગ્ગજ અભિનેતા એવા છે જેઓ પોતાના દમદાર અભિનયની સાથે જ પોતાના ડાયલોગથી દરેક દર્શકોને પોતાના દિવાના બનાવી નાખ્યા અને તેમાંથી એક નામ છે જાણીતા અભિનેતા નાના પાટેકર જેઓએ પોતાની જબરજસ્ત એક્ટિંગની સાથે પોતાના ડાયલોગ બોલવાની સ્ટાઇલ માટે પણ ખુબ ફેમશ છે અને નાના પાટેકરે પોતાની એક્ટિંગ કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓએ નામ અને શોહરત કમાઇ છે.
ઉલ્લેખનીય છે કે નાના પાટેકર બોલીવૂડના એક જાણીતા અભિનેતા છે અને આજે પણ તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક પણ છે. તેમ છતા નાના પાટેકર ખુબ જ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. એક તરફ આજના સમયમાં બોલીવૂડ એક્ટર્સ પોતાની હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચમાં રહે છે તો બીજી બાજુ નાના પાટેકર પોતાનું જીવન ખુબ જ સરળતાથી જીવે છે અને તેઓને દેખાડો કરવાનો જરાય શોખ નથી.
બોલીવૂડ એક્ટર નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી વર્ષ 1951માં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં થયો હતો અને આજે નાના પાટેકરની ઉંમર 70 વર્ષની થઇ ચૂકી છે. આ ઉંમરમાં પણ નાના પાટેકર એકદમ ફિટ અને ફાઇન નજર આવે છે. તેઓ ગત વર્ષે 2020માં ફિલ્મ ઇટ્સ માય લાઇફમાં નજર આવ્યા હતા પરંતુ આ ફિલ્મ ખાસ કમાલ દેખાડી શકી નહીં. પરંતુ આ વર્ષે નાના પાટેકરની અનેક ફિલ્મો આવવાની છે જેની રાહ ફેન્સ જોઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે નાના પાટેકરે ફિલ્મ ગમનથી બોલીવૂડમાં પગ મૂક્યો હતો અને ત્યારબાદ તેઓએ પોતાના કરિયરમાં એકથી લઇને અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ફિલ્મ તિરંગા અને ક્રાંતિવીરમાં નાના પાટેકરના એક્ટિંગ અને ડાયલોગને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે અને તેઓને ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મળી હતી. ફિલ્મમાં નાના પાટેકરના ડાયલોક દર્શકોને એટલા પસંદ આવે છે કે માત્ર તેમના ડાયલોક સાંભળવા માટે લોકો એક જ ફિલ્મ અનેક વખત જુએ છે કારણ કે નાના પાટેકર આપણા બોલીવૂડના એક એવા અભિનેતા છે જેમની એક્ટિંગનો અંદાજ ખુબ જ શાનદાર છે જેને દર્શક ખુબ જ પસંદ કરે છે.
તો હાલના રિપોર્ટ પ્રમાણે આપણે નાના પાટેકરની કુલ સંપત્તિની વાત કરીએ તો આજના સમયમાં અંદાજે 40 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક બની ચુક્યા છે. તેમની પાસે અનેક આલીશાન ફાર્મ હાઉસ પણ છે અને તેઓને કારનો ખુબ જ શોક છે. તેમના કાર કલેક્શનમાં ખુબ જ મોંઘી અને લક્ઝરી કાર પણ રહેલી છે.
ઉલ્લેખનીય છે કે નાના પાટેકર આજના સમયમાં કોઇપણ ફિલ્મ સાઇન કરે છે તો તેના માટે તેઓ 1 કરોડ રૂપિયાની ફી લે છે. અને હિન્દી ફિલ્મોની સાથે જ નાના પાટેકર મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
ઉલ્લેખીનય છે કે હાલ નાના પાટેકર પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મહાઉસ પર જ વિતાવે છે અને તેમનું આ ફાર્મ હાઉસ શહેરની ભીડભાડથી દૂર ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલો છે અને નાના પાટેકરના આ ફાર્મ હાઉસમાં કુલ 7 રૂમમાં છે અને એક મોટો હોલ પણ છે અને આ ફાર્મ હાઉસમાં અનેક સુવિધા પણ છે. આ ફાર્મહાઉસ ખુબ જ આલિશાન અને શાનદાર છે. નાના પાટેકરની પત્નીનું નામ નીલકાંતિ છે અને નાના પાટેકર તલાક આપ્યા વગર જ પોતાની પત્નીથી અલગ રહે છે અને તેમનો એક પુત્ર પણ છે જેનું નામ મલ્હાર છે.