નાના પાટેકર પાસે છે કરોડોની સંપત્તિ ને આલીશાન ફાર્મહાઉસ છતાંય જીવે છે જીવન એકદમ સાદગીથી

નાના પાટેકર પાસે છે કરોડોની સંપત્તિ ને આલીશાન ફાર્મહાઉસ છતાંય જીવે છે જીવન એકદમ સાદગીથી

ફિલ્મમાં પોતાની અલગ જ એક્ટિંગને કારણે લોકપ્રિય નાના પાટેકરે હાલમાં જ 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પહેલી જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરુદ જંજીરામાં જન્મેલા નાનાએ 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, નાના પાસે અંદાજે 73 કરોડ જેટલી સંપત્તિ છે, જેમાં ફાર્મહાઉસ, કાર તથા અન્ય પ્રોપર્ટી સામેલ છે. આટલી સંપત્તિ હોવા છતાંય નાના પાટેકર એકદમ સાદગીથી જીવે છે.

નાના પાટેકર પોતાની 90 ટકા કમાણી દાનમાં આપી દે છે. તે માત્ર 10 ટકા કમાણીમાં જ પોતાનું ગુજરાન ચલાવે છે. નાના પાટેકરે કહ્યું હતું કે તે શોખથી નહીં પરંતુ મજબૂરીમાં એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા હતા. તેમને સાધારણ જીવન જીવવું પસંદ છે. તેમણે આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. નાના પાટેકરનું પૂના નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ છે. શહેરથી દૂર નાના પાટેકર અહીંયા આરામ કરે છે.

નાના પાટેકર પોતાના ફાર્મહાઉસમાં ઘઉં, ચણાની ખેતી કરે છે. અહીંયા સાત રૂમ તથા એક મોટો હોલ છે. ઘરમાં સિમ્પલ વુડન ફર્નીચર, ટેરાકોટા ફ્લોર છે. આ ફાર્મહાઉસની કિંમત 12 કરોડ રૂપિયાની છે.

મુંબઈમાં પણ નાના પાટેકરનો એક ફ્લેટ છે. આ ફ્લેટ માત્ર 750 સ્કેવર ફૂટનો છે. આ ફ્લેટ તેમણે 90ના દાયકામાં 1.10 લાખમાં ખરીદ્યો છે. એક બેડરૂમ, હોલ તથા રસોડું ધરાવતા આ ફ્લેટની કિંમત હાલમાં સાત કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાના પાસે 81 લાખ રૂપિયાની ઓડી ક્યૂ 7 કાર છે. આ ઉપરાંત 10 લાખની સ્કોર્પિયો છે. 1.5 લાખની રોયલ એનફિલ્ડ છે.

નાના પાટેકરના ઘરનો દરેક રૂમ બેઝિક સ્ટાઈલ તથા જરૂરિયાત પ્રમાણે ડેકોરેટ સજાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મહાઉસમાં ઘણાં બધા ઝાડ ઉગાડવામાં આવ્યા છે. તબેલો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ગાય તથા ભેંસો છે.

એક સમયે ઘર ચલાવવા માટે નાના પાટેકર ઝિબ્રા ક્રોસિંગ પર પેઈન્ટિંગ કરતાં અને 35 રૂપિયા મળતા હતા. નાના પાટેકર હાલમાં ખેડૂતો માટે કામ કરે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *