આ દીકરીને સો સો ટોપની સલામ: શહીદના પરિવારને મદદની જરૂર પડતાં જ પહોંચી જાય છે આ ગુજરાતની દીકરી
ખેડા : જિલ્લાના નડિયાદમાં રહેતી વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે, પરંતુ ઘણીવાર કોઈ દાતા ન મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી થતી.
નડિયાદની આ દિકરી દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે નડિયાદની વિધિ જાદવે આ દિકરી દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેનો પરિવારને આશ્વાસન પત્ર લખી રૂપિયા પાંચ હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા 295 શહીદ સૈનિકોના પરિવારને વિધિએ સહાય પૂરી પાડી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ 40 જવાનો, અને દરેક પરિવારને રૂપિયા 11 હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂપિયા 11 હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે. આમ કુલ 295 શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી છે. તેમજ આ તમામ શહીદ પરિવાર સાથે રોજે રોજ ફોન કે વોટસએપ દ્વારા વાતચીત કરી તેમના ખબર અંતર પૂછે છે.
તેમના નાના બાળકો સાથે પણ વાતચીત કરે છે. આ શહીદ પરિવારો પૈકી તેણે 112થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે. ઉરી ખાતે થયેલ હુમલાના તમામ શહીદ પરિવારોની વિધિ જાદવ રૂબરૂ મુલાકાત લઈ ચુકી છે. આ શહિદ પરિવારોમાંથી 10 શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે.
વિધિએ અત્યાર સુધીમાં જુદા જુદા રાજયોમાં 10 શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. આ ઉપરાંત અત્યાર સુધી ગુજરાત – રાજસ્થાનની કુલ -4 બોર્ડરોની મુલાકાત તહેવારો દરમ્યાન લઈ ચુકી છે.તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે.
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે.આ શહિદ પરિવારોમાંથી 10 શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે. નડિયાદની આ દિકરીને સો સો સલામ છે.
વિધિ જાદવે રાખડી પુનમે છેક સરહદના છેલ્લા પિલર સુધી જઈને જવામર્દ સિપાહીઓને રક્ષા બાંધી 21 ઓગસ્ટના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ ગુજાર્યા હતો. બાદમાં 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં બી.એસ.એફ ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખી બાંધી હતી. વિધિએ રક્ષાબંધનના દિવસે આપણા દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લીધી અને આપણાં જવાનોને રાખી બાંધી હતી.