એવું રહસ્યમય મંદિર જે કરે છે વરસાદની આગાહી, વિજ્ઞાનિકો પણ મુંજવણમાં

ઉત્તર પ્રદેશ : કાનપુર જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં મંદિરની છત પરથી તડકામાં પણ અચાનક પાણી ટપકવા લાગે છે. વરસાદની શરૂઆત થતા જ આ ટીપા પડવાનું બંધ થઇ જાય છે. આ મંદિર ઉત્તર પ્રદેશની ઓદ્યોગિક નગરી ગણાતા કાનપુર જિલ્લાના ભીતરગામ વિસ્તારથી ત્રણ કિમી દૂર પર બેહટા ગામમાં આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પુજા કરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ઘણીવાર વિજ્ઞાનિકો અને પુરાતત્વ તજજ્ઞોએ મંદિરમાંથી ટપકતા ટીપાની તપાસ પણ કરી પરંતુ આજદીન સુધી આ રહસ્ય પરથી પડદો ઉચકાયો નથી. લોકોમાં ભારે કુતુહલ છે કે મંદિરમાંથી આ પાણીના ટીપા કેવી રીતે ટપકે છે.

કહેવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલદાઉ અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની પણ મૂર્તિ સ્થાપિત છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તેઓ મંદિરની છત પરથી ટપકતા ટીપાથી જ ચોમાસાના આગમનનો અંદેશો લગાવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની છત પરથી ટપકતા ટીપાના હિસાબથી જ વરસાદ થાય છે.

આ મંદિરની ટોચ પરથી જ્યારે ટીપા પડવાનું ઘટી જાય તો માનવામાં આવે છે કે વરસાદ પણ આ વર્ષે ઓછો પડશે. અને જો ટીપા વધુ પડે અને લાંબા સમય સુધી પડે તો એવું માનવામાં આવે છે કે વરસાદ પણ સારો પડશે. મંદિરના પુજારીએ જણાવ્યું કે આ વખતે વરસાદ ઓછો થશે કારણ કે બે દિવસથી નાના ટીપા પડી રહ્યાં છે.

જગન્નાથ મંદિર પુરાતત્વને આધીન છે. જેવી રીતે પુરી ઉડીસાના જગન્નાથ મંદિરમાંથી રથ યાત્રા નિકળે છે તેવી જ રીતે આ મંદિરેથી પણ રથ યાત્રા કાઢવામાં આવે છે. પુરાતત્વ વિભાગ કાનપુરના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મંદિરનો જીર્ણોદ્ધાર 11મી સદીની આસપાસ કરવામાં આવ્યો હતો. મંદિર 9મી સદીનું હોવાનો અંદાજ છે.

error: Content is protected !!