‘મારા આપઘાત પાછળ મારી પત્ની અને સાળો જવાબદાર છે’-કહી સુરતના યુવકનો આપઘાત, ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે 

સુરત : ના જીઆવમાં યુવકે આપઘાત કરી લીધો હતો. ગત 17મી ફેબ્રુઆરીના રોજ સ્પીડ નામની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ઝેરી દવા પીને યુવકે તેના સંબંધીને ફોન કર્યો હતો. જેનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે. ઓડિયોમાં આપઘાત કરનાર યુવક કહે છે કે,ભરતલાલ મારી ટીકીટ આવી ગઈ, વિઝા આવી ગયા છે, મેં સ્પીડ નામની દવા પી લીધી છે, મેં સુસાઇડ નોટ જમણા પગે બાંધી છે, મેં જ્યા જ્યાં ગયો હતો એ તમામ વિગતો પાકિટમાં છે, તમે પોલીસ કમિશનરને મળી પત્ની અને સાળો રમેશને કડક સજા મળે એવી રજૂઆત કરી મારી આત્માને શાંતિ મળે એમ કરજો.મારે દવા નહોતી પીવી પણ દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે. મારા અંગોનું દાન કરી દેજો, મારા જમણા પગમાં લાલ કલરના રબર સાથે મેં સુસાઇડ નોટ બાંધી છે એ લઈ લેજો.

ઘરમાં જ ઝેરી દવા પીધી
જીઆવમાં આવેલી વાસુદેવ સોસાયટીમાં રહેતા શ્રણવલાલ મફતભાઈ ચૌહાણ( ઉ.વ.આ.45) નામના યુવકે પોતાના જ ઘરમાં ઝેરી દવા પીધા બાદ તેના સંબંધીને ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે આપઘાતનું કારણ આપ્યું હતું. સાથે જ કહ્યું કે, આ વાતચીતને રેકોર્ડ પણ કરી લેજો.શ્રવણલાલ મફતભાઈ ચૌહાણ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતા હતાં. ગત તારીખ 17 મીના રોજ શ્રવણભાઈએ કરેલા આપઘાત પાછળ પત્ની અને સાળો જવાબદાર હોવાનું વાઇરલ થયેલા ઓડિયો રેકોડીગમાં જણાવી રહ્યા છે.

દોઢ વર્ષથી મૃતક અલગ રહેતા હતા                      સંદીપ (મૃતક શ્રવણભાઈના ભાણેજ) એ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી મામા અલગ રહેતા હતા. મામી બન્ને બાળકો સાથે બનાસકાંઠા પાલનપુર લગ્નમાં ગયા હતા. ત્યારે ગામથી મને ફોન કરી મામાએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી. હું જીઆવ મામાના ઘરે ગયો ત્યારે પાડોશીઓ મામાને 108માં બેસાડી હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરતા હતા. હું મામાને લઈ સિવિલ આવ્યો હતો અને મામાને ડોક્ટરોએ તાત્કાલિક MICU માં દાખલ કર્યા હતાં. હું એમની સાથે રહ્યો હતો. થોડીવાર બાદ મામાએ મારા ખોળા મા જ માથું ઢાળી દેતા ડોક્ટરોએ તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકી દીધા હતાં. કેટલાક કલાકોની સારવાર બાદ મામાનું મોત નીપજ્યું હતું.

સુસાઈડ નોટ પોલીસે જપ્ત કરી
મામા દોઢ વર્ષથી જ જીઆઉ રહેતા હોવાનું કહેતા ભાણેજ સંદીપે ઉમેર્યું હતું કે,બે-બે દીકરાઓ નોકરી કરતા હતાં, એટલે આર્થિક તંગી આપઘાતનું કારણ હોય એમ ન કહી શકાય. હા, મને પણ મામાએ લખેલી સુસાઇડ નોટ બાબતે ખબર પડી છે પણ એ પોલીસે જપ્ત કરી છે. હાલ આપઘાત પહેલા મામાએ કરેલો મોબાઈલ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. ટુકડા ટુકડામા 30 મિનિટનો ઓડિયો હોવાનું મારા ધ્યાને આવ્યું છે. જોકે મેં હજી સાંભળ્યો નથી. આજે મામા ની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો.

error: Content is protected !!