પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, બાદમાં પતિના મૃતદેહના સાથે જે કર્યું તેની કલ્પના પણ ના કરી શકો, જાણીને ધ્રુજી જશો

પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, બાદમાં પતિના મૃતદેહના સાથે જે કર્યું તેની કલ્પના પણ ના કરી શકો, જાણીને ધ્રુજી જશો

મુઝફ્ફરપુર, બિહારઃ બિહારના મુઝફ્ફરપુરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના બાલુઘાટ ખાતે પુસ્તકના વેપારી સુનીલ શર્માના ત્રણ માળના મકાનના ઉપરના માળે શનિવારે રાત્રે ભાડુઆત સુભાષ કુમારના રૂમમાં કેમિકલ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ હત્યા કરાયેલા એક વ્યક્તિના મૃતદેહને ઠેકાણે લગાવાના પ્રયાસમાં થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર રાધા દેવીએ બોયફ્રેન્ડ સુભાષ સાથે મળીને ફ્લેટમાં તેના પતિ રાકેશ સહનીની હત્યા કરી હતી. મૃતદેહના 8 ટુકડા કરી ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. મૃતદેહને ઓગાળવા માટે ડ્રમમાં યુરિયા, મીઠું અને એસિડ ભરવામાં આવ્યું હતું.

રૂમમાં દુર્ગંધ ન આવે એટલે બારી અને દરવાજામાં કપડાં ભરવામાં આવ્યા હતાં. દરરોજ રાત્રે રૂમના ગેટ પર અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. ચાર દિવસ સુધી યુરિયા, સલ્ફ્યુરિક એસિડ અને મીઠા સાથે શરીર પીગળવાને કારણે એમોનિયમ નાઇટ્રેટ ગેસ બન્યો. એમોનિયમ નાઇટ્રેટના સંપર્ક અને સળગતી અગરબત્તીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો.

જોકે એફએસએલની ટીમનું કહેવું છે કે કેમિકલનું પરીક્ષણ અને વિશ્લેષણ કર્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. બીજી તરફ રાકેશના ભાઈ દિનેશ સહનીના નિવેદન પર હત્યાની FIR નોંધવામાં આવી છે. મૃતકની પત્ની રાધા, બોયફ્રેન્ડ સુભાષ, સાળી કૃષ્ણ દેવી અને સાઢૂ વિકાસને આરોપી ગણવામાં આવ્યા છે.

મૃતક રાકેશનો બિહારમાં ગેરકાયદે દારુનો ધંધો હતોઃ રાકેશ બિહાર પોલીસના રડાર પર હતો કેમકે તે બિહારમાં ગેરકાયદે દારુનો ધંધો કરતો હતો. તેના લીધે તે મોટા ભાગે છૂપાઈને રહેતો હતો તે દરમિયાન રાકેશનો સાથી સુભાષ તેના ઘરે આવતો જતો રહેતો હતો. તે સમયે રાકેશની પત્ની અને સુભાષની ઓળખાણ થઈ હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

8 ટૂકડામાં મૃતદેહના કાપવામાં આવ્યોઃ      પોલીસનું કહેવું છે કે રાકેશના મૃતદેહને 9 ટૂકડામાં કાપવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેને ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. રુમમાંથી એક ચપ્પુ મળી આવ્યુ હતું. પોલીસને શંકા છે કે હત્યા કરવાના પ્રમુખ હથિયાર છુપાવી દેવામાં આવ્યા છે.

પ્રેમી અને પત્નીએ રાકેશને રસ્તામાંથી હટાવવા ષડયંત્ર રચ્યુંઃ                                                                  પોતાના પ્રેમમાં મૃતક રાકેશ વચ્ચે આવતા પત્ની અને પ્રેમીએ રાકેશને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું તેમા તેની પત્નીની બહેન અને જીજા પણ જોડાયા.

રાકેશના ભાઈએ ન્યાયની માગણી કરતા FIR નોંધાવીઃ રાકેશની પત્નીના સુભાષ સાથેના સંબંધોની જાણકારી સમગ્ર સમાજને હતી. રાકેશના ભાઈએ હત્યાના કેસમાં પોલીસને ફરિયાદ નોંધાવી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે રાકેશ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. પોલીસ દ્વારા હાલ હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ દર્શાવામાં આવી રહ્યું છે.