8 હજારથી નોકરી શરૂ કરનારો મેનેજર જીવતો સેલેબ્સને ટક્કર મારે એવું જીવન, કરોડોનો માલિક બની ગયો

સેવા સહકારી સમિતિના મેનેજર 25 વર્ષની નોકરીમાં અખૂટ સંપત્તિનો માલિક બની ગયો. તે લક્ઝૂરિયસ લાઇફ જીવતો હતો. તેનો આલિશાન બંગલો કોઈ ફિલ્મી સીન જેવો લાગે છે. બંગલામાં જિમ પણ છે. કાર્યવાહી શરૂ થયા બાદથી તે લાપતા છે. જોકે, ફોન ચાલુ છે. તેણે કહ્યું હતું કે લાંબા સમયથી તેની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અને તેને ખ્યાલ હતો કે તેની વિરુદ્ધ કાર્યવાહી થશે. યોગ્ય સમયે તે તમામ ડોક્યુમેન્ટ્સ રજૂ કરશે.

મધ્યપ્રદેશના ઝાબુઆમાં દેવઝિરીમાં આ મામલો સામે આવ્યો છે. લોકાયુક્ત ટીમે સેવા સહકારી સમિતિના મેનેજર ભારત સિંહ હાડાના 3 ઘર (રતલામ, ઝાબુઆ તથા રંભાપુર)માં દરોડા પાડ્યા છે. આ સમયે હાડાની પત્ની મમતા તથા દીકરો હાજર હતા. ઘરમાં ભારત સિંહ નહોતો. ટીમ ગુરુવાર, 16 સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગે આવી ત્યારે પત્નીએ દરવાજો ખોલ્યો હતો. ટીમે પોતાનો પરિચય આપ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી.

ભારત સિંહ મૂળ રીતે માલટોદી ગામમાં રહે છે. સાંજ સુધીમાં અંદાજે સવા કરોડથી વધુ સંપત્તિનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં ચાર મકાન, 50 તોલા સોનું, 20 લાખ રૂપિયા રોકડા, ચાંદીના વાસણો, બે પ્લોટ, બે કાર, 10 એલઆઇસી પોલિસી, 5 લાખ રૂપિયાની એફડી, ખેતીની જમીન સહિતનો કિંમતી સામાન મળ્યો હતો. બેંક અકાઉન્ટ્સ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

લક્ઝૂરિયસ લાઇફ જીવે છેઃ ભારત સિંહના ત્રણેય મકાનો ત્રણ માળના છે. રંભાપુરમાં ટીમ પહોંચી તો લક્ઝૂરિયસ મકાન જોઈને તેમને નવાઈ લાગી હતી. રંભાપુરમાં એક રૂમમાં વિશાળ જિમ બનાવવામાં આવ્યું હતું. મોંઘી ઘડિયાળ તથા કિંમતી સામન હતો.

સેલ્સમેન તરીકે નોકરીની શરૂઆત કરી હતીઃ 1997માં ભારત સિંહે સેવા સહકારી સમિતિમાં સેલ્સમેન તરીકે નોકરી શરૂ કરી હતી. 2014માં તેને સહાયક પ્રબંધક અને 2017માં પ્રબંધક બનાવવામાં આવ્યો હતો. તેનો પગાર 34 હજાર રૂપિયા હતા. સહાયક તરીકે 26 હજારનો પગાર મળતો હતો. સેલ્સમેન તરીકે 8-12 હજાર પગાર હતો. આટલું જ નહીં તેની નિમણૂક પણ કાયમી નહોતી.

પત્ની-દીકરો પણ નોકરી કરે છેઃ ભારત સિંહે બે લગ્ન કર્યા છે. પહેલી પત્નીથી બે દીકરા તથા બીજી પત્ની મમતાથી એક દીકરો ને એક દીકરી છે. પત્ની મમતા પોલીસમાં છે અને તેનો પગાર 47 હજાર રૂપિયા છે. એક દીકરાનો પગાર 40 હજાર તથા બીજા દીકરાનો પગાર 10 હજાર છે. બંને કાર પત્નીના નામ પર છે અને લોન લીધેલી છે. આ ઉપરાંત દીકરાને બિઝનેસ શરૂ કરાવવા માટે વેવાઈ પાસેથી 15 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.

ભારત સિંહે કહ્યું, ટીમને કાર્યવાહી કરવા દો, હું જવાબ આપીશઃ કાર્યવાહી બાદથી ભારત સિંહ લાપતા છે. પોલીસ કર્મીઓ તથા ટીમે પણ ફોન કર્યો હતો, પરંતુ તે આવ્યો નહીં. તેણે મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે ટીમને તેની કાર્યવાહી કરવા દો. તેને પહેલેથી જ આવી આશંકા હતી. તે સમય આવે ડોક્યૂમેન્ટ્સ રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!