મહિલાને ચાર-ચાર બાળક જન્મતાં જ ડૉક્ટરને પણ નવાઈ લાગી, જુઓ તસવીરો

‘દેના વાલા જબ ભી દેતા, દેતા ચપ્પડ ફડ કે’ ગીત તો તમે સાંભળ્યું જ હશે. આ ગીતમાં પણ ઘણું સત્ય છે. ભગવાન પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે ત્યારે ભક્તો પણ જોતા જ રહે છે. કોઈ પણ માતા એવુ નહીં ઈચ્છતી હોય કે તેના ગર્ભમાં રહેલા બાળકની વાત સાંભળવામાં ન આવે. આવી સ્થિતિમાં તે ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. હવે ભગવાને જરાહી ગામની 26 વર્ષની પ્રીતિ પર કૃપા વરસાવી છે. તેણે એક-બે નહીં પણ ચાર બાળકોને એક સાથે જન્મ આપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લા હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા હોસ્પિટલમાં એક મહિલાએ એક, બે નહીં પણ ચાર ચાર બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો. પરિવારના લોકોએ બાળકોના જન્મ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને ચાર ગણી ખુશી મળી છે.

કિરનાપુર તાલુકાના જરાહી ગામની 26 વર્ષની પ્રીતિ મેશ્રામે એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. ચારેય બાળકોને માતા સ્વસ્થ છે. બાલાઘાટ જિલ્લામાં પહેલી વખત 4 બાળકોનો એક સાથે જન્મ થયો છે, અને તે તમામ સ્વસ્થ છે. જિલ્લા હોસ્પિટલમાં ડોકટરની ટીમે સફળ ઓપરેશન કર્યું.

સિવિલ સર્જન તેમજ હોસ્પિટલના અધિકારી ડૉ. સંજય ધબડગાંવે જણાવ્યું કે એક વિશેષ ટીમે સોમવારે સવારે 11 વાગ્યે 26 વર્ષની પ્રીતિ મેશ્રામનું ઓપરેશન કર્યું. ચારે બાળકોને એનસીયૂમાં રાખવામાં આવ્યા છે. હાલ ચારેય બાળકો સ્વસ્થ છે.

error: Content is protected !!