માતાએ જ 6 મહિનાની દીકરી અને 2 વર્ષના પુત્રના ગળું દબાવીને મારી નાંખ્યા, કહ્યું- દુર્ગા માતાએ સપનામાં આવીને કહ્યું હતું

યુપી : બરેલીમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના ઘટી છે. અહીંના ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારના મટકાપુર ગામમાં એક મહિલાએ પોતાની 6 મહિનાની દીકરી અને 2 વર્ષના દીકરાના ગળા દબાવીને મોતને હવાલે કર્યા છે. સવારે જ્યારે પતિએ પૂછ્યું તો બોલી કે દુર્ગા માતા સપનાંમાં આવ્યા હતા અને કહ્યું કે બંને બાળકોને મારી નાંખ. તેથી સવારે મેં બંનેના ગળા દબાવીને મારી નાંખ્યા.

ગુરૂવારે રાત્રે પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ પતિ નજીકમાં આવેલા તેના પિતાના ઘરે સુવા જતો રહ્યો હતો. સવારે જ્યારે નાશ્તો કરવા આવ્યો તો તેને પોતાના બાળકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા. આ ઘટનાની માહિતી મળતાં જ SSP રોહિત સિંહ સજવાણ ઘટના સ્થળે પહોંચી અને પૂછપરછ કરી છે. પતિએ મહિલા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે.

શરાબ પીવાની વાતને લઈને પતિ સાથે થયો હતો ઝઘડો
આરોપી મહિલાનું નામ જયંતિ છે. મળતી માહિતી મુજબ તેનો પતિ બેટૂ ગંગવાર દારુનો બંધાણી છે. આ વાતને લઈને બંનેમાં વારંવાર ઝઘડો થતો હતો. ગુરુવારે રાત્રે પણ બેટૂ શરાબ પીને આવ્યો અને જયંતિ સાથે ઝઘડો કર્યો.

વિવાદ વધ્યો તો બેટૂ પોતાના પિતાના ઘરે સુવા માટે જતો રહ્યો હતો. મળતી માહિતી મુજબ જયંતિનું માનસિક સંતુલન પણ ઠીક નથી.આ મામલામાં પોલીસે ગ્રામીણોની પણ પૂછપરછ કરી હતી.જ્યારે નાશ્તો કરવા આવ્યો તો તેને પોતાના બાળકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા

બેટૂએ જણાવ્યું કે તેને 7 વર્ષ પહેલાં બિહારના ગોવિંદપુર ગામમાં રહેતી જયંતિ સાથે લગ્ન કર્યા હતા. ઘણી બાધા-આખડી બાદ બંનેને બે બાળકો થયા હતા.આ મામલામાં પોલીસે ગ્રામીણોની પણ પૂછપરછ કરી હતી.બે બાળકોની હત્યાના આરોપસર જયંતિની ધરપકડ કરવામાં આવી.

error: Content is protected !!