બંને બહેનો નાની હતી ત્યારથી માતા અને કાકાનું ચાલતું હતું અફેર, બંને પુત્રીઓએ ભર્યું આ પગલું
અમદાવાદઃ સમાજમાં હવે સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દિયર-ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા રહેતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં ખુદ માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે સેક્સ માણતી હતી. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને કામાંધ બની જતાં હતાં. આવી હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી.
તેમણ એ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પિતાને આની જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો. માતા તેના દિયર સાથે રહેવા માગતી હોય અને દીકરીઓ તેમની સાથે રહેવા માગતી ન હોય, જેથી પિતા તેમને લઈ વતનમાં જતા રહેતાં સમાધાન થયું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, નારોલ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો તેનું ઘર છોડી અમારા ત્યાં આવી છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. બંને બહેનો ખૂબ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેમનાં માતા-પિતા, કાકા અને ભાઈ સાથે રહે છે અને તેના કાકા અપરિણીત છે.
બહેનો નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર ચાલે છે. બંને ઉંમરલાયક થતાં તેમની સામે જ સેક્સ માણતાં હતાં. દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી તેમની હાલત ખરાબ કરવાની ધમકી આપી હતી. બંને બહેનો પોતાના સગા કાકા અને માતાને સેક્સ માણંતા જોઈ થાકી ગઈ હતી, જેથી તેઓ ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. બંને બહેનોને સાંત્વના આપી તેમનાં માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં.
સમગ્ર ઘટના બાબતે બંને બહેનોના પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેની માતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં અને બંને બહેનો પણ માતા જોડે રહેવા માગતી ન હતી. પિતા સાથે બને રહેવા માગતી હોવાથી પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા. પિતાની બાંયધરી લઈ બંને બહેનોને પિતા સાથે વતનમાં મોકલી અંત લાવ્યા છે.