મોરગઢમાં બિરાજમાન છે માં મોમાઈ, દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ દૂર કરે છે માં મોમાઈ, વાંચો ઈતિહાસ

કચ્છઃ આજે તમને મોરાગઢમાં સાક્ષાત બિરાજમાન મોમાઈ માની વાત જણાવીએ છીએ. કચ્છમા રાપર તાલુકામાં મોરાગઢમાં મોમાઈ માતાજીનાં બે મંદિરો આવેલા છે – નવું અને જુનું. જોકે નવા મંદિરનો વિકાસ ઘણો થયો છે, ચોતરફ કેસરિયા પાળિયામં એક અંગ્રેજે ગોળી મારતા લોહી નીકળ્યું હતું એવું સ્થાનિકો જણાવે છે. જોકે ગોળી મારી હતી તેની નિશાની આજે પણ પાળિયામાં મોજૂદ છે.

વાત કરીએ જુના મંદિરની તો, ત્યાં બે મુખવાળી મુર્તિ છે. ભોજન પ્રસાદીની અહીં ઉત્તમ સગવડ પણ છે, મોરાગઢ આવતા લોકો બંને મંદિરમાં માં મોમાઈના દર્શન કરવા માટે જાય છે

ઈતિહાસની વાત કરીએ તો, મોમાઈ માતા જાડેજા કુળના કુળદેવી છે. જાડેજા પહેલા સૌરાષ્ટ્રના પંથકમાં રહેતા હતા. મોમાઈ માતાની તેમના પર અપાર કૃપા હતી. જાડેજાઓ માતાજીને પુછીને જ બધું કામ કરતા હતા. થોડા સમય પછી જાડેજાઓની અંદરો અંદર લડાઈ થવા લાગી અને એકબીજાને બોલવાનું પણ બંધ કરી દીધું. આ જોઈને વડીલો ખુબજ દુઃખી થયા.

તેમણે વિચાર્યું કે આપણે આ બધા લોકો આ જગ્યા છોડીને કચ્છ તરફ જતા રહી એ અને ત્યાં જઈને નવું નગર વસાવીશું. બધા જાડેજા પોતાની જાહો-જલાલી, રાજ મહેલો અને સંપત્તિ છોડીને પત્ની અને બાળકો સાથે કચ્છ જવા માટે રવાના થયા. જ્યાં રાત પડે ત્યાં બધા રોકાઈ જતા અને જમવાનું બનાવીને જમીને ત્યાં જ સૂઈ જતા હતા. જ્યારે બીજીબાજુ પોતાનું નગર છોડવાનું દુઃખ પણ મનમાં હતું.

આમ ચાલતા ચલતા બધા લોકો કચ્છના રણમાં પહોંચી ગયા અને દૂર દૂર સુધી કોઈ ગામનો પત્તો ન હતો. આ જોઈને બધાને માં મોમાઈની યાદ આવી. કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, બધા માં મોમાઈનું સ્મરણ કરવા લાગ્યા, એટલામાં તો માં મોમાઈ ૧૬ વર્ષની કન્યાનું રૂપ ધારણ કરીને આવ્યા. બધા લોકોએ માતાજીને ઓળખી લીધા.

માતજી એ કહ્યું કે મારી આ સાંઢણીના જેમ પગ પડે તેમ તેમ તેની પાછળ જજો અને જયારે સાંઢણી અદ્રશ્ય થાય ત્યાં પોતાના નગરની સ્થપાના કરજો, થોડે દૂર ચાલ્યા બાદ સાંઢણી અદ્રશ્ય થઇ ગઈ અને માતજીનો આદેશ માનીને મોરગઢ નામનું નગર વસાવ્યું.

error: Content is protected !!