દીકરા સાથે રોમેન્ટિક વીડિયો ઉતારનાર યુવતીનો પતિ કેવો દેખાય છે? જુઓ તસવીરો

સોશ્યિલ મીડિયા પર મા-દીકરાની જોડી ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર બંનેએ ઘણા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં એક માતા તેના દીકરા સાથે રોમેન્ટિક ગીતો પર એક્ટ કરતી જોવા મળે છે. માતા દેખાવમાં દીકરાની ઉંમરની હોવાથી લોકો બંનેને પ્રેમી-પ્રેમિકા સમજે છે. આને લઈને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે માતાએ પણ ટ્રોલ કરનારા લોકોને જવાબ આપ્યો છે.

માતા-દીકરાએ કપલની જેમ પોઝ આપ્યા હોવાથી અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જેથી લોકો મહિલા આયોગમાં ફરિયાદ કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે અમુક યુઝર્સે માતા-દીકરાની આ જોડીને સુંદર ગણાવી હતી અને વિરોધ કરનારા લોકોને સારી નજરથી જોવાની સલાહ આપી હતી.

નોંધનીય છે ક માતા-દિકરાના રોમેન્ટિક વીડિયો rachnaa_0 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં રચના નામની મહિલા પોતાને માતા અને પોતાની સાથેના છોકરાને પોતાનો દીકરો ગણાવી રહી છે. બાયોમાં તેમણે પોતાનું એડ્રેસ દિલ્હીનું લખ્યું છે.

પોતાને વીડિયો ક્રિએટ બતાવનાર રચનાના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખ 89 હજારથી વધુ ફોલોઅર્સ છે. પોતાના વીડિયોમાં રચના અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર છોકરા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. કેટલાક વીડિયોમાં તે રોમેન્ટિક ડાયલોગ્સ પર છોકરા સાથી લિસ્પિંગ કરતી જોવા મળી રહી છે.

હાલમાં અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં ‘પતલિયા કમરિયા…’ ગીત પર છોકરા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે લાલ રંગના ડ્રેસમાં છોકરા સાથે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું- મારો પ્રિન્સ મોટો થઈ ગયો છે, મારો હેન્ડસમ બોય.

નોંધનીય છે કે પોતાના આ વીડિયોને લઈને રચના ટ્રોલર્સના નિશાન પર છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ઘણી ખરાબ કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ લોકોને જવાબ આપતા તેણે એક વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘આજથી બધાને બ્લોક કરીશ. કરો હજી અશ્લીલ કમેન્ટ.

આ વીડિયોમાં તે દીકરા સાથે Eda Nahi Chalda Pyar ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે. જેને 11 હજારથી વધુ લાઈક્સ મળી છે. ત્યાર પછી રચનાએ પોતાના ઘણા વીડિયોમાં કમેન્ટ ઓફ કરી દીધી છે.

error: Content is protected !!