ચાર્જિંગમાં ભરાવી વાત કરતી વખતે મોબાઈલ ફાટતાં કિશોરીનું મોત

બહુચરાજીના છેટાસણામાં મોબાઇલધારકોને સાવધાનીનો કોલ આપતી ઘટના                                  બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે બુધવારે સવારે મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

ધડાકો સાંભળી ભેગા થઇ ગયેલા ગામલોકોમાં ગભરાટ ફેલાયો                                                                      છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.

ચાર્જિંગમાં ભરાવી વાત કરતી વખતે મોબાઈલ ફાટતાં કિશોરીનું મોત                                                            ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી ઉઠતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.

આ ઘટનાની જાણ થતાં ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટનાને લઇ ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો.

error: Content is protected !!