જજ દ્વારા કોલ્ડ ડ્રિંકમાં નશીલા પદાર્થ નાખી,બાળક ને બેભાન કરી દોઢ મહિનાથી મહિનાથી શારીરિક શોષણ થતું. આવી રીતે ભાંડો ફૂટ્યો

રાજસ્થાન : ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રવિવારે એક મહિલાએ એક વિશેષ ન્યાયમૂર્તિ અને તેમના બે કર્મચારી સામે પોતાના સગીર દીકરા સાથે દુષ્કર્મનો એક કેસ દાખલ કર્યો છે. બાળકની ઉંમર 14 વર્ષ છે. બીજી બાજુ જોધપુર હાઈકોર્ટે આરોપી મેજીસ્ટ્રેટ જિતેન્દ્ર ગુલિયાને સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે રાજસ્થા સિવિલ સર્વિસ 1958ના નિયમ 13 હેઠળ તાત્કાલિક અસરથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

રવિવારે બાળકને સાથે લઈ માતા મથુરા ગેટ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મેજીસ્ટ્રેટ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. મહિલાએ કહ્યું કે મેજીસ્ટ્રેટ બાળકને ડરાવી-ધમકાવી દોઢ મહિનાથી તેની સાથે કુકર્મ આચરી રહ્યો હતો. બે દિવસ અગાઉ આ અંગેની ઘટનાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

ટેનિસ ખેલાડી છે પીડિત બાળક
મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ કહ્યું કે તેનો 14 વર્ષનો દીકરો શહેરની કંપની બાગ સ્થિત ડિસ્ટ્રિક્ટ ક્લબમાં ટેનિસ રમવા જાય છે. ક્લબમાં ભરતપુરના અનેક અધિકારી તથા ભ્રષ્ટાચાર નિવારણ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ જિતેન્દ્ર ગુલિયા પણ આવતા હતા. તેમણે પહેલા બાળક સાથે ઓળખ બનાવી અને ત્યારબાદ તેમના ઘરે લઈ જતા હતા.

ખાદ્ય ચીજવસ્તુઓમાં નશીલા પદાર્થ નાંખી કુકર્મ કરતા
એક દિવસ ન્યાયમૂર્તિ જિતેન્દ્ર ગુલિયાએ બાળકને તેમના ઘરે લઈ ગયા અને કોલ્ડ ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવ્યા. જ્યારે બાળક બેભાન થયું તો તેમણે તેની સાથે કુકર્મ આચર્યું. આ ઉપરાંત તેમણે બાળક સાથે અશ્લિલ વીડિયો પણ બનાવ્યો. જ્યારે બાળક ભાનમાં આવ્યું તો તેમણે તેમના અશ્લિલ વીડિયો મિત્રોને દેખાડી બદનામ કરવાની ધમકી આપી. આ સાથે તેના મોટાભાઈને જેલમાં મોકલવાની તથા માતા સાથે અયોગ્ય કામ કરવાની પણ ધમકી આપી.

બાળકની માતાને કેવી રીતે જાણ થઈ?
મહિલાએ કહ્યું કે છેલ્લા દોઢ મહિનથી બાળક એકદમ ગુમસુમ રહેતું હતું. તથા 28 ઓક્ટોબરના રોજ ન્યાયધિશ જિતેન્દ્ર ગુલિયા બાળકને છોડવા તેમના ઘરે આવેલા. ઘરની બાલકનીમાં બાળકની માતા તે જોઈ રહી હતી.ઘરે પહોંચ્યા બાદ મેજીસ્ટ્રેટે બાળકને કિસ કરી અને ઘરની બહાર છોડી જતા રહ્યા. આ બધુ જ બાળકની માતા જોઈ રહી હતી. આ અંગે તેણે બાળકને કડકાઈથી પુછપરછ કરી. ત્યારે બાળકે તેની માતાને કહ્યું કે આ ખૂબ જ ખતરનાક લોકો છે. તે ગમે ત્યારે ભાઈને જેલ મોકલી શકે છે. આપણને સૌને મારી નખાવી શકે છે. આમ કહી તે રડવા લાગ્યું.

બાળકે તેની માતાને હકીકત જણાવી
જ્યારે બાળકની માતાએ ફરીથી પૂછ્યું તો કહ્યું કે મેજીસ્ટ્રેટ જિતેન્દ્ર ગુલિયા તેને શરાબ પીવડાવે છે. જૂસમાં કોઈ નશીલી વસ્તુનું મિશ્રણ કરે છે. ત્યારબાદ કપડાં ઉતારી મારી સાથે અયોગ્ય કામ કરે છે. આમ કરવાનો ઈન્કાર કરવાના સંજોગોમાં ધમકીઓ આપે છે. બાળકે કહ્યું કે મેજીસ્ટ્રેટ સાથે રહેતા બે લોકો અંશુલ સોની અને રાહુલ કટારાએ પણ તેની સાથે કુકર્મ કર્યું છે.

બાળકના ઘરે પહોંચી ધમકી આપી
બાળકની માતાએ કહ્યું કે જ્યારે તેણે બાળકને રમવા માટે મોકલ્યો નહીં તો 29 તારીખે તેના ઘરે અંશુલ સોની, રાહુલ કટારા તથા ACBના CO પરમેશ્વર લાલ યાદવ કેટલાક પોલીસ કર્મચારીઓને લઈ આવ્યા હતા. ઘરે પહોંચેલા અધિકારીઓએ મહિલાને ધમકી આપી કે તે બાળકને જજ સાહેબ પાસે મોકલે, નહીં સૌને જેલ ભેગા કરી દેશું. જ્યારે બાળકને મોકલવાનો ઈન્કાર કર્યો તો તેઓ અપશબ્દો બોલવા લાગ્યા. આજુબાજુના લોકો પણ ભેગ થઈ ગયા હતા. આ સંજોગોમાં તેઓ મહિલાના ઘરેથી જતા રહ્યા હતા. મોડી રાત્રે મેજીસ્ટ્રેટે મહિલાને ફોન કર્યો તો તેણે કહ્યું કે બાળકે તમામ માહિતી તેને આપી દીધી છે.

માફી માગવા ઘરે આવેલા મેજીસ્ટ્રેટનો વીડિયો બનાવ્યો
મેજીસ્ટ્રેટ 30 તારીખે રાહુલ કટારાને બાળકના ઘરે મોકલ્યો હતો. રાહુલ કટારાએ માફી માગતા કહ્યું કે હવે આવી ભૂલ નહીં કરીએ. થોડીવાર બાદ અંશુલ સોની પણ બાળકના ઘરે પહોંચ્યો. તેણે પણ બાળકની માતા તથા બાળકની માફી માગી. ત્યારબાદ બપોરના સમયે મેજીસ્ટ્રેટ ગુલિયા બાળકના ઘરે પહોંચ્યાં. તેમણે પણ બાળક સમક્ષ માફી માગી અને હવે આવી ઘટના નહીં બને તેની ખાતરી આપી. આ સમયે બાળકના પરિવારે મેજીસ્ટ્રેટનો વીડિયો પણ બનાવ્યો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. મહિલાએ બાદમાં સાંજે ACBના CO પરમેશ્વર લાલ યાદવ તેમના ઘરે પહોંચ્યા અને માફી માગવાના બહાને ખંડણીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

પોક્સો એક્ટમાં કેસ દાખલ
મથુરા ગેટ પોલીસ અધિકારી રામનાથ ગૂજરે કહ્યું કે મથુરા ગેટ પોલીસ વિસ્તારમાં મહિલાએ તેના દીકરા સાથે દુષ્કર્મ આચર્યાનો કેસ નોંધાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તેના બાળક સાથે સામૂહિક કુકર્મ થયું છે. બાળકની ઉંમર ઓછી હોવાથી આ કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ CO સિટી સતીશ વર્મા કરી રહ્યા છે. મહિલાએ મેજીસ્ટ્રેટ જિતેન્દ્ર ગુલિયા અને તેમના બે સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.

error: Content is protected !!