બેંકમાં બોક્સમાં ભરેલા લાખો રૂપિયા સડી ગયા, તિજોરીમાં મૂકવાને બદલે જમીન પર મૂક્યા હતા

ક્યારેય એવું સાંભળ્યું છે કે પૈસા સડી ગયા? હા પૈસા સડી ગયા અને તે પણ કોઈના ઘરમાં નહીં, પરંતુ બેંકમાં. નવાઈની વાત એ છે કે બેંકે આ લાખો રૂપિયા જોવાની તસ્દી પણ લીધી નહોતી. ત્રણ મહિના બાદ બેંકને જાણ થઈ કે જે પૈસા બોક્સમાં રાખ્યા હતા તે સડી ગયા છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની પાંડુનગરની છે. પાંડુનગરમાં પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચ છે. અહીંયા કરન્સી ચેસ્ટમાં 42 લાખ રૂપિયાની નોટો સડી ગઈ હતી. ત્રણ મહિના પહેલાં બેંકે 42 લાખ રૂપિયા એક બોક્સમાં ભરીને જમીન પર મૂકી દીધું હતું. કોઈકકારણોસર પાણી તે બોક્સમાં ગયું. રિઝર્વ બેંકના અધિકારી જ્યારે કરન્સી ચેસ્ટની તપાસ માટે આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. સીનિયર અધિકારી દેવી શંકર સહિત 4ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેંકના અધિકારીએ 25 જુલાઈથી 29 જુલાઈ, 2022 સુધી કરન્સી ચેસ્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ 14,74,500 રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ 10 રૂપિયાના 79 બંડલ, 20 રૂપિયાના 49 બંડલ ખરાબ હોવાની માહિતી આપી હતી. ગણતરી કરવામાં આવી તો 42 લાખ રૂપિયાની નોટ પાણીને કારણે સડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. કરન્સી ચેસ્ટના ઇનચાર્જ પવન ચોપરાએ કહ્યું હતું કે તેમણે હમણાં જ ચાર્જ સંભાળ્યો છે. રિઝર્વ બેંકને કેટલીક નોટો સડેલી મળી છે. આ રકમને ઝીરો માની લેવામાં આવી છે.

2 અધિકારીઓએ જૂન તથા જુલાઈમાં ચાર્જ સંભાળ્યોઃ સસ્પેન્ડ અધિકારીમાંથી બે અધિકારીએ આ વર્ષે જૂન તથા જુલાઈમાં બેંકનો ચાર્જ સંભાળ્યો હતો. 6 જૂન, 2022ના રોજ રિપોર્ટ કરનાર કરન્સી ચેસ્ટ આશા રામ તથા જુલાઈ, 2022માં કરન્સી ચેસ્ટ જવાહર નગર, ઉન્નાવથી ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યા હતા. તેમનું નામ ભાસ્કર કુમાર છે.

કરન્સી ચેસ્ટમાં નોટોને બોક્સમાં જ ભરીને મૂકવામાં આવી હતી. મોટી તિજોરીમાં પૈસા મૂકવામાં આવ્યા નહીં. પાંડુનગરમાં ચેસ્ટ કરન્સી અંડરગ્રાઉન્ડ છે. અહીંયા કોંક્રિટની દીવાલ બનેલી છે. સૂત્રોએ કહ્યું હતું કે નવી રોકડ રકમ આવતી રહી અને જૂની નોટો ભરેલું બોક્સ પાછળ જતું રહ્યું. સમય વધુ થવાથી બોક્સમાં પાણી ગયું અને 42 લાખની નોટ પાણીમાં પલળતાં સડી ગઈ હતી.બ્રાંચ મેનેજર સર્વેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તપાસ માટે બનારસથી ઝોનલ ટીમ આવી હતી. આ કેસમાં બ્રાંચને કોઈ લેવાદેવા નથી.

error: Content is protected !!