પ્રેમિકાની માતાને યુવકે પોતાની કિડની ડોનેટ કરી, એક મહિનામાં યુવતીએ બીજા સાથે લગ્ન કરી લીધા

પ્રેમમાં દગાના તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારું પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જશે. એક યુવક દીલ ખોલીને યુવતીને પ્રેમ કર્યો હતો. યુવક યુવતી પર એટલો ફીદા હતો કે તેની જિંદગીની કિંમત વસ્તુ પણ આપી દીધી હતી. જોકે યુવકને આ પ્રેમના બદલામાં દગો જ મળ્યો હતો. હાલ યુવક રડી રડીને બેહાલ થઈ ગયો છે.

આ ચોંકાવનારો કિસ્સો મેક્સિકોમાં સામે આવ્યો છે. નવાઈ પમાડતી ઘટનામાં એક બોયફ્રેન્ડે પ્રેમને માટે પોતાની કિડીની પ્રેમિકાની માતાને આપી દીધી હતી. જોકે માતા ઠીક થઈ જતાં જ પ્રેમિકાએ પોત પ્રકાશ્યું હતું. યુવતીએ તેની માતાને કીડની આપનાર યુવકના બદલે કોઈ બીજા સાથે જ લગ્ન કરી લીધા હતા.

ઉઝિએમ માર્ટિનેઝ નામના યુવાને સોશિયલ મીડિયામાં પોતાની સાથે બનેલ ઘટના અંગે વાત કરી હતી. ઉઝિએમ ટીચર છે. તેણે કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડની માતા ઘણી જ ગંભરી હતી. તેમની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. આથી જ તેમને તાત્કાલિક કિડનીની જરૂર હતી.

વધુમાં ઉઝિએમે કહ્યું હતું કે પ્રેમિકાની માતાની હાલત જોઈને તેણે કિડની દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેણે ડૉક્ટર્સનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની એક કિડની ગર્લફ્રેન્ડની માતાને ડોનેટ કરી દીધી હતી.

કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રીતે થયું હતું અને પ્રેમિકાની માતા પણ પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી. જોકે, ઉઝિએમને ખ્યાલ નહોતો કે હવે તેની સાથે શું થવાનું છે.

માતાના ઓપરેશનના એક મહિના બાદ જ પ્રેમિકાએ ઉઝિએમ સાથે બ્રેકઅપ કરી લીધું હતું અને તરત જ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. માર્ટિનેઝને જ્યારે આ વાતની ખબર પડી તો તેને જોરદાર આંચકો લાગ્યો હતો.

error: Content is protected !!