ચા પીતા પીતા આંખ મળી ગઈ, લગ્ન કરી લીધા, હનીમૂન પણ માની લીધું પણ પછી…..

મધ્યપ્રદેશના છતરપુરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પત્નીના પ્રેમમાં પાગલ એક પતિને અચાનક 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. સમગ્ર ઘટનામાં મહારાજપુર વિસ્તારના કુસમા ગામનો છે. પીડિત યુવકનું કહેવું છે કે બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન તેને ઉષા પાલ નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે રેલવે સ્ટેશનની બહાર ચાની દુકાન પર બેસતી હતી.

તે સવારે અહીં ફરવા આવ્યો હતો અને ત્યાં ચા પીતો હતો. આ દરમિયાન બન્નેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. થોડા સમય સુધી અમારું અફેર ચાલ્યું. ત્યાર બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. થોડા મહિના પહેલા અમે બન્નેએ કોર્ટ મરેજ કર્યાં હતાં. લગ્ન બાદ તે પત્નીની દરેક ખ્વાહિશ પૂરી કરતો હતો, એટલું જ નહીં તેણે જમીન વેચીને હનીમૂન પણ મનાવ્યું હતું.

પરંતુ ત્યાર બાદ પત્નીએ એવું કારનામું કર્યું કે પતિના હોશ ઉડી ગયા હતા. જોકે, છતરપુરના આ શખ્સને એક મહિલાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. પહેલા આરોપી મહિલાએ ગર્લફ્રેન્ડ બનીને યુવકને પ્રેમના જાળમાં ફસાવ્યો હતો અને પછી લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન કર્યા હતાં. તક મળતાંની સાથે મહિલા રોકડ અને દાગીને લઈને ફરાર થઈ ગઈ હતી. પતિને આ કારનામી ખબર પડી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પછી પીડિતે એસપી ઓફિસે પહોંચીને એક નિવેદન આપતાં સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી. તેનું કહેવું હતું કે, લગ્ન બાદ પત્ની લાખો રૂપિયાની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે અને તે પરત આવવાની ના પાડે છે.

 

પીડિત પતિનુ કહેવું છે કે, લગ્નના થોડા દિવસો સુધી બધું સારું ચાલતું હતું. પછી પત્નીએ દાગીનાની માંગ કરી હતી પછી મેં સોનાની ચેન, કાનની વાળીઓ અને અન્ય દાગીના તેને લઈ આપ્યા હતાં. મારા એકાઉન્ટમાં લગભગ 2 લાખ રૂપિયા હતાં. એ પણ રૂપિયા મેં ઘરે મૂક્યા હતાં. પરંતુ એક દિવસ પત્નીએ મને બજારમાંથી સામાન લાવવા માટે કહ્યું હતું. જ્યારે હું લઈને પરત આવ્યો ત્યારે પત્ની ઘર પર નહોતી. આ સાથે બે લાખ કેશ અને દાગીને લઈને ગાયબ થઈ ગઈ હતી.

પીડિતનું કહેવું છે કે, હવે પત્નીએ પણ પરત આવવાનું નામ નથી લેતી અને દાગીના અને રોકડ રૂપિયા પણ આપતી નથી. પતિનું કહેવું છે કે, તેણે થોડા દિવસ પહેલા ખબર પડી કે તેની પત્ની પહેલાથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે. તેનું કહેવું છે કે, તેણે પોતાની પત્ની પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ગામની જમીન વેચી દીધી પછી તેને હનીમૂન પર લઈને ગયો હતો. ઘણાં દિવસો સુધી ફરતા રહ્યાં. પત્નીની દરેક ખ્વાહીશ પુરી કરતો રહ્યો હતો પરંતુ તેને અંધારામાં રાખીને રફૂચક્કર થઈ ગઈ હતી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

error: Content is protected !!