ઓસ્ટ્રેલિયાથી ખાસ સંન્યાસી બાબા સાથે લગ્ન કરવા આવી ડિવોર્સી મહિલા

ઓસ્ટ્રેલિયાથી ખાસ સંન્યાસી બાબા સાથે લગ્ન કરવા આવી ડિવોર્સી મહિલા

આજે અમે તમને મળાવીએ છીએ ઉત્તરાખંડના એક મંદિરની આરાધક અને યોગ સાધના કરતી માતા રિષવનને, આ નામ પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે. આ કહાની છે જૂલિયા બૂનની જે મૂળ રશિયાની છે અને તેમનું બાળપણ કિર્ગિસ્તાનમાં પસાર થયું છે અને તે વર્ષ 2003માં તે ઓસ્ટ્રેલિયા આવી ગઈ હતી.

જૂલિયા કહે છે કે, તે જ્યારે 17 વર્ષની હતી ત્યારથી જ તેનું યોગ પ્રત્યે સમર્પણ હતું અને કિર્ગિસ્તાનમાં પણ તે પહાડો પર યોગ કરતી હતી. તેમણે જણાવ્યું કે, તે ઉત્તરાખંડના ઋષિકેશમાં યોગ કરવા માટે યોગના ગુરુ સ્વામી શિવાનંદની અનુયાયી હતી.

ઓસ્ટ્રેલિયામાં ડેટિંગ વેબસાઇટ ચલાવતી હતી જૂલિયા
જૂલિયા કહે છે કે, તેમણે ખૂબ જ ઓછી ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને આ પછી તે ઓસ્ટ્રેલિયા આવી ગઈ હતી. તેમણે કહ્યું કે, તે ક્યારેય પણ નોકરી કરવા માગતી નહોતી. ઓસ્ટ્રેલિયા આવી તેમણે એક ડેટિંગ વેબસાઇટ શરૂ કરી હતી. જૂલિયા પોતના પરિવાર સાથએ સિડનીમાં રહે છે. જ્યાં તેમને તેમની માતાનો સહયોગ મળ્યો હતો. પણ શહેરનું જીવન તેમને પસંદ આવ્યું નહીં અને તેમણે સિડની છોડી દીધું હતું.

ઓસ્ટ્રેલિયામાં છે શાંતિ દ્વારા આશ્રમ
સિડની ગયા પહેલાં લગભગ એક વર્ષ પછી તેમણે બેરોન બેની પાસે એક યોગ આશ્રમ શરૂ કર્યો હતો. જેનું નામ તેમણે શાંતિ દ્વારા રાખ્યું હતું. આ આશ્રમ અત્યારે પણ ત્યાં જ છે. આ આશ્રમમાં માતા ત્રિપુરાસુંદરીનું એક મંદિર પણ છે.

જૂલિયા કહે છે કે, ઘણીવાર ભારત યાત્રા પર જતી રહેતી હતી. તે વર્ષ 2018માં જ્યારે બદરીનાથ જતી હતી. ત્યારે તેમની મુલાકાત બાબા બર્ફાની દાસ સાથે થઈ જે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મંદિરમાં યોગ સાધના કરે છે. જૂલિયા કહે છે કે, તેમના નાના દીકરાને બાબા બર્ફાનીદાસને પિતા કહેવાનું શરૂ કરી દીધું હતું. કેમ કે જૂલિયા બાબા સાથે જ રહેતી હતી.

બંનેએ ઉત્તરાખંડના શ્રીનગર પાસે પ્રસિદ્ધ સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં લગ્ન કર્યા છે. હવે જૂલિયા સાધ્વી માતા રિષવનના નામથી જાણિતી છે. તેમણે કહ્યું કે, બાબા બર્ફાનીના યોગ અને જ્ઞાન જીવનની શૈલીથી તે ખૂબ જ પ્રભાવિત હતી.

તેમને એક સવાલ કર્યો કે, માતા રિષવને તો પોતાની જિંદગીનો નિર્ણય કરી લીધઓ પમ તેમના બંને બાળકોના અભ્યાસ અને ભવિષ્યનું શું? તો તેમણે કહ્યું કે, ભારતની શિક્ષા વ્યવસ્થા ખૂબ જ સારી છે. જોકે, તેમનો મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરી રહ્યો છે. પણ તેમનો નાનો દીકરો અહીં રહીને સ્ટડી કરશે.

માતા રિષવન હવે બાબા બર્ફાની દાસની સાથે યોગનો પ્રસાર કરવા માંગે છે. અત્યારે તે ઉત્તરાખંડની ઘણી સ્કૂલ અને કોલેજમાં યોગ શીખવાડે છે. તો બાબા બર્ફાની દાસને વિઝિટર વિઝા પર થોડાક દિવસ માટે ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગે છે. જોકે, તેમને આ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.