ખેડા જિલ્લાના જવાન શહીદ:જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં શહીદ થયા, નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો

ખેડા:ખેડા જિલ્લાના જવાને શહાદત વહોરી:જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં શહીદ થયા, નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયોશહીદ જવાનના નશ્વર દેહને આવતીકાલે વતનમાં લાવવામા આવે તેવી શક્યતા 5 વર્ષ પહેલા જ આર્મીમાં જોડાયા હતા

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના આર્મીમાં ફરજમાં બજાવતા જવાને જમ્મૂ કાશ્મીરમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. શહીદ થનાર જવાન પાંચ વર્ષ પહેલા જ આર્મીમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે.

કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના રહેવાસી 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મા ભોમની રક્ષા કાજે જુવાન દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે. શહીદી વહોરનાર જવાનના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહીદ જવાન હરિશસિંહ પરમારના નશ્વર દેહને આવતીકાલે વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી તેના વતનમાં લાવવામા આવે તેવી શક્યતા છે.

error: Content is protected !!