મારી પત્નીના માલિક સાથે આડાસંબંધ છે, એટલે હું આત્મહત્યા કરૂ છું, વીડિયો ઉતારી મોતને વ્હાલું કર્યું,કહ્યું કે બાળકોને સાચવજો’

ભાવનગર: જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામના યુવાને અંતિમ વીડિયો ઉતાર્યાં બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વિષ્ણુ તડવીએ તેના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને રમેશભાઇ વચ્ચે આડા સંબંધ હોવાની મને ખબર પડી હતી. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું.

યુવાને પત્ની અને વાડી માલિકની વાતચીત સાંભળી છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામનો યુવાન વિષ્ણુ મહેશ તડવી તેની પત્ની સાથે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં રમશભાઇ વાઘેલાની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. આ દરમિયાન વાડી માલિક રમેશભાઇ સાથે તેની પત્નીના સંબંધો હોવાની જાણ થતાં વિષ્ણુ ભાંગી પડ્યો હતો અને પત્ની અને વાડી માલિકના આડા સંબંધોના પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું હતું. તેને પોતાના મોબાઇલના કોલ રેકોર્ડ પર મૂકી દીધા હતા. આ દરમિયાન પત્ની અને રમેશભાઇ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઇ ગઇ હતી. આ વાતચીત સાંભળ્યા બાદ વિષ્ણુએ આત્મહત્યા કરવાનું નક્કી કરી દીધુ હતું.

વીડિયોને શેર કરવાની લોકોને અપીલ કરી      આત્મહત્યા કરતા પહેલા વિષ્ણુએ અંતિમ વીડિયો શૂટ કર્યો હતો અને આ વીડિયોને શેર કરવાની લોકોને અપીલ કરી હતી. આ વીડિયોમાં વિષ્ણુએ નાના બાળકોને બહેનોને સંભાળવા વિનંતી કરી હતી. સ્થાનિક પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. જેથી મૃતદેહ વતન સોનગીર ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પત્ની સાથેના ઝઘડાથી કંટાળી યુવાને વીડિયો ઉતારી આપઘાત કર્યો હતો                                                  6 મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને યુવાને ઝેર પીને આપઘાત કર્યો હતો. જોકે, આપઘાત કરતા પહેલા વિજય રાઠવાએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ યુવાન પણ કાઠિયાવાડ મજૂરી કામ કરતો હતો.

અંતિમ વીડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

error: Content is protected !!