ગુજરાતનું એક માત્ર આસ્થાનું એવું સ્થળ કે જ્યાં લોકો માનતા પુરી થતા ચડાવે છે પાણીની બોટલો અને પાઉચ

આસ્થાનું એક અનોખું કેન્દ્ર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે. જ્યાં લોકોની માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એક માત્ર આ અસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે. જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોના ધાર્યા કામ પૂર્ણ થાય છે.

માનતા પુરી કરવા અહીંયા ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવે છે
મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર રોડની સાઈડમાં પાણીની બોટલોનો ઢગલો જોતા લોકો પણ આચાર્યમાં મુકાઈ જાય છે કે આ પાણીની બોટલોનો એટલો મોટો ઢગલો આખરે અહીં કેમ! મહેસાણાના મોઢેરાથી થોડે નજીક હાઇવે પર એક ફાર્મ હાઉસની સામે આ નાનકડું મંદિર આવેલુ છે. જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવી રહ્યાં છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા પુરી કરવા અહીંયા ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવી જાય છે.

લોકો પોતાની બાધાઓ રાખી અહીંયા પાણી ચડાવવા આવે છે
8 વર્ષ પહેલા મોઢેરા પાસે આવેલા મણિનગર ગામથી થોડે દુર એક ફાર્મ હાઉસની સામે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં બે બાળકો પણ હતા. અકસ્માત બાદ આ બંને બાળકો પાણી માટે બુમો પડી રહ્યાં હતા. ત્યારબાદ બંનેના મોત નિપજ્યા હતા. જે બાદમાં અહીંયા લોકો એ આસ્થામાની આજ દિન સુધી અહીંયા લોકો પોતાની બાધાઓ રાખી અહીંયા પાણી ચડાવવા આવે છે.

આ માટે અહીંયા ચડાવવામાં આવે છે પાણી
21 મે 2013ની વહેલી સવારે 9 કલાકે મોઢેરાથી આગળ આવેલા એક ફાર્મ હાઉસની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રીક્ષા અને ગાડી વચ્ચે થયો હતો. જેમાં રીક્ષામાં સવાર યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોમાંથી 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બે દશ વર્ષના નાના બાળકો પણ હતા. જે અકસ્માત સમયે પાણી માટે તરસી રહ્યાં હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.

8 વર્ષ પહેલાં અકસ્માતના પ્રત્યક્ષદર્શી હજુ પણ ત્યાં ચોકી કરે છે
8 વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ અહીંયા અસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફાર્મહાઉસમાં ચોકી કરતા દરબાર મેતુભા બચુભા સોલંકીએ ભાસ્કરને જણાવ્યું હતું કે 21 મે 2013માં સવારે અકસ્માત મારી સામે જ થયો હતો. જ્યાં મેજ રીક્ષામાંથી લોકોને બહાર નીકળ્યા હતા. જ્યાં બે દસ વર્ષના બાળકો અકસ્માત બાદ પાણી માટે તરસી રહ્યાં હતા. જે બાદમાં બંનેના મોત થયા હતા. ત્યારથી લોકો અહીંયા બાળકોને દેવ સમજી પૂજા અર્ચના કરે છે. અને પોતાની માનતાઓ પણ રાખે છે.

માનતા પૂર્ણ થતાં અહીંયા પાણીની બોટલો અને પાઉચ ચડાવાય છે
અહીંયા છેલ્લા 8 વર્ષથી ઈંટોની નાની ડેરી છે. જ્યાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ થતાં અહીંયા ગાડીઓ ભરી ભરીને પાણીના પાઉચ અને બોટલો ચડાવી પોતાની માનતા પુરી કરે છે. આમ અમુક મંદિરોમાં શ્રીફળ, પેડા, જેવા પ્રસાદ ચડાવાય છે. પરંતુ અહીંયા માત્ર પાણીનો પ્રસાદ લેવા લોકો અહીં આવે છે.

દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે
સ્થાનિક મંદિરની દેખરેખ રાખનાર ઇસમે જણાવ્યું હતું કે અહીંયા લોકો પોતાના ધાર્યા કામ થયા બાદ અહીં આવે છે. અહીંયા પથરી, એપેન્ડિક્સ, મહિલાઓને બાળકોના થતા હોય તેમજ અન્ય રોગથી પીડાતા લોકો હોસ્પિટલના ધક્કા ખાધા બાદ અહીંયા માનતા રાખે છે. ત્યારબાદ તેઓની માનતા સફળ થતા દૂર દૂરથી લોકો પાણીની બોટલો ચડાવવા અહીંયા પહોંચે છે.

પાણીની બોટલો તો ઠીક પણ પાણીના ટેન્કરો પણ ચડાવવા લોકો આવે છે
મોઢેરા આજુબાજુના પંથકના ગામડાઓમાં બોરના ખારા પાણી આવતા બોર ફેલ થતો હોય છે. જ્યાં અહીંયા મંદિરની બાધા રાખ્યા બાદ કેટલાય ગામોમાં મીઠું પાણી આવતા ગામ લોકો પ્રથમ મીઠું પાણી ટેન્કરમાં ભરીને આ મંદિરે પાણીનું ટેન્કર ચડાવવા આવે છે. આમ લોકો છેલ્લા 8 વર્ષની અહીંયા એક આસ્થા સાથે જોડાયેલા છે.

લોકો કોવિડથી બચવા અહીં બાધાઓ રાખી
મહામારી દરમિયાન ઘણા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે દવા સાથે દુવા પણ એટલી જ જરૂરી હોવાથી કોરોનાના કેટલાય દર્દીઓએ અહીંયા બાધા માનતાઓ રાખી હતી. જેમાં કોવિડને માત આપીને સાજા થયેલા કેટલાય લોકો અહીંયા આવીને પાણીની બોટલો અને પાણી ન પાઉચ ચડાવી ચુક્યા છે.

error: Content is protected !!