રતન ટાટાની વહુએ સંભાળી કંપની ને બદલાઈ ગયા દિવસો

બિઝનેસની દુનિયામાં રતન ટાટાના નામથી કોઈ અજાણ નથી. પોતાની કુનેહથી ભારતના બિઝનેસ જગતમાં રતન ટાટાએ ડંકો વગાડ્યો છે. હવે રતન ટાટાની આ જ આવડતને તેની નવી પેઢી આગળ વધારી રહી છે. તેમા વધુ એક નામ માનસી ટાટાનું જોડાયું છે. ટાટા પરિવારની પુત્રવધૂએ બિઝનેસ જગતના ધૂંરધરોને ચોંકાવ્યા છે.

માનસી ટાટાનો શાનદાર દેખાવ: ટાટા પરિવારની પુત્રવધૂ માનસી ટાટાએ આ કમાલ કરી દેખાડી છે. માનસી ટાટા એવું કામ કર્યું કે ઓટોમોબાઇલ ફિલ્ડની દિગ્ગજ કંપની ટોયોટા કિર્લોસ્કરને કરોડોનો નફો રડતી કરી દીધી છે. માનસી ટાટાએ ટોયોટા કિર્લોસ્કર કંપની સંભાળ્યા બાદ વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

કારનું જબરદસ્ત વેચાણ વધાર્યું: ટોયોટા કિર્લોસ્કરે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડીને 2022માં સૌથી વધુ કાર વેચી હતી. 2021ની તુલનામાં કંપનીએ 23 ટકા વધુ કાર વેચી છે. 2021માં કંપનીએ 1,30,768 કાર વેચી હતી તો 2022માં આ આંકડો વધીને 1,60,357 થયો છે. 2012માં કંપનીએ 1,72,241 કાર વેચી હતી.

પિતાના અવસાન બાદ માનસીને સોંપાઈ કંપની: વિક્રમ કિર્લોસ્કરના અવસાન બાદ માનસી ટાટાને ટોયોટા કિર્લોસ્કર કંપનીની કમાન સોંપવામાં આવી હતી. નવેમ્બર, 2022માં વિક્રમ કિર્લોસ્કરનું અવસાન થયું હતું. ત્યારબાદથી તેમની દીકરી માનસી કંપની સંભાળે છે. માનસી એકની એક દીકરી છે. તે 32 વર્ષની છે.

રતન ટાટા સાથે શું છે સંબંધ? માનસી ટાટા રતન ટાટાની પુત્રવધૂ પણ છે. 2019માં માનસીએ રતન ટાટાના સાવકા ભાઈ નોઅલ ટાટાના દીકરા નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. ટાટા પરિવારની વહુ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે.

પેઈન્ટિંગનો શોખ છે: માનસીએ અમેરિકાના રોડે આઇલેન્ડ સ્કૂલ ઑફ ડિઝાઇનિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પિતાના બિઝનેસમાં તે પહેલેથી જોડાયેલી છે. તેને પેઇન્ટિંગનો ઘણો જ શોખ છે. 13 વર્ષની ઉંમરમાં તેણે પહેલી જ વાર પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજ્યું હતું.

કઈ કઈ કંપનીઓ સંભાળે છેઃ માનસી ટાટા હવે ડેનો કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ટોયોટા એન્જિન ઇન્ડિયા લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ ટોયેટા મટિરિયલ હેન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું કામકાજ સંભાળે છે. જોકે, કંપનીની ટીકેએમના વેચાણમાં ઘટાડો થયો છે. 2022માં માત્ર 10,421 યુનિટ્સ જ વેચાયા હતા, 2021માં 10834 યુનિટ વેચાયા હતા.

કઈ ગાડીએ કમાલ કરીઃ કંપનીના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષએ ઇનોવા હાઇક્રોસ, અર્બન ક્રૂઝર હાઇરાઇડર જેવી નવી પ્રોડક્ટ્સ સાથે તેઓ માર્કેટમાં આવ્યા અને 2022માં પણ શાનદાર પર્ફોર્મર રહ્યું. ટીકેએમના અસોસિયેટ વાઇરસ પ્રેસિડન્ટ સેલ્સ એન્ડ સ્ટ્રેટજિક માર્કેટિંગ હેડ અતુલ સૂદે કહ્યું હતું કે કંપનીના બંને મોડલ્સ ગ્રાહકોને પસંદ આવ્યા અને તેની ડિમાન્ડમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!