ખુબ જ સુંદર છે મંદાકિનીની દીકરીઓ, સુંદરતાના મામલે હિરોઇનોને પણ આપે છે ટક્કર, જુઓ તસવીરો

ફિલ્મ રામ તેરી ગંગા મેલી,..થી અભિનેત્રી મંદાકીનીને એક ઓળખ મળી હતી અને આ ફિલ્મમાં તેમના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. પરંતુ તેમ છતા અભિનેત્રી મંદાકિની પોતાની ઓળખ બોલીવૂડમાં કાયમ કરવામાં અસફળ રહી અને ગુમનામીની દુનિયામાં ગરકાવ થઇ. બોલીવૂડમાં અસફળતા મળ્યા બાદ અભિનેત્રી મંદાકીનીએ અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કર્યું તેમ છતા તે સફળ થઇ નહીં.

થોડા સમય બાદ તેઓને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું. જેના કારણે તેણીએ ગીત ગાવાનું શરૂ કર્યું. મંદાકીનીએ પોતાના બે આલબમ પણ લોન્ચ કર્યા પરંતુ તે હિટ થયા નહીં. જો કે આટલા વર્ષો બાદ હવે મંદાકિની ફરીથી બોલીવૂડમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે અને સારી ઓફરની તલાશમાં છે.

48 ફિલ્મોમાં કર્યું હતું કામ
મંદાકીનીનું અસલી નામ યાસ્મીન જોસેફ છે અને તેઓએ ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ બદલી લીધું હતું. મંદાકીનીએ પોતાના કરિયરમાં કુલ 48 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમની માત્ર એક જ ફિલ્મ હિટ રહી હતી જે રામ તેરી ગંગા મેલી હતી. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2002માં રીલિઝ થઇ હતી જે બંગાળી ભાષામાં હતી અને ફ્લોપ સાબિત થઇ હતી. તો સફળતા ન મળતા મંદાકીનીએ એક્ટિંગ કરીયર છોડી દીધું હતું.

અંડરવર્લ્ડ ડોન સાથે જોડાયું નામ
ફિલ્મોમાં કામ કરતી વખતે મંદાકીનીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ મંદાકીનીએ હંમેશા આ વાત ઠુકરાવી છે. તેણીનું કહેવું છે કે તે માત્ર દાઉદને જાણતી હતી તેનાથી વિશેષ બંને વચ્ચે કંઇજ ન હતું. તો ફિલ્મી કરિયર અસફળ રહ્યાં બાદ તેઓએ વર્ષ 1990માં ડોક્ટર કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી તેઓને કુલ ત્રણ બાળકો છે. જે હવે ખુબ મોટા થઇ ગયા છે. મંદાકીની મુંબઇમાં જ પોતાના પરિવાર સાથે રહે છે.

હાલમાં જ મંદાકીનીનો ફેમિલી ફોટો સામે આવ્યો છે. જેમાં તે પોતાના બાળકો અને પતિની સાથે નજર આવી રહી છે. તેમની બે દીકરી અને એક પુત્ર છે. બંને દીકરી દેખાવમાં માતા જેટલી જ સુંદર છે.

કમબેક કરવાની છે તૈયારી
મદાકીની છેલ્લા 24 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી ગાયબ છે. જો કે હવે તે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. મંદાકીનીના મેનેજર બાબુભાઇ થિબાના જણાવ્યા પ્રમાણે તે હાલ કેટલીક સ્ક્રિપ્ટ વાંચી રહી છે. તે ફિલ્મો સિવાય વેબ સીરિઝમાં કામ કરવા માટે પણ તૈયાર છે પરંતુ એક મોટો રોલ જોઇએ છે.

મંદાકીનીના ભાઇ ભાનુએ તેઓને એક્ટિંગ કરિયર ફરીથી શરૂ કરવા માટે રાજી કરી છે. મંદાકીનીના ભાઇનું કહેવું છે કે તેમની બહેનની ફેન ફોલોઇંગ મોટું છે. એવામાં તેને ફરીથી પોતાના કરિયરની શરૂઆત કરવી જોઇએ. પોતાના ભાભઇની આ વાતને મંદાકીનીએ માની લીધી છે અને તેઓ ટૂંક સમયમાં જ કોઇ ફિલ્મ અથવા વેબ સીરિઝમાં નજર આવી શકે છે.

ભાનુએ જણાવ્યું કે મંદાકીનીને ટીવી સીરિયલ છોટી સરદારનીમાં રોલ પણ ઓફર થયો હતો પરંતુ ત્યારે તેઓએ આ ઓફર ઠુકરાવી દીધી હતી અને પોતાની જગ્યાએ અનિતા રાજને કાસ્ટ કરવાની સલાહ આપી હતી.

error: Content is protected !!