શેમ્પુમાંથી દુધ બનાવી 2 ભાઈ રાતોરાત કરોડપતિ બની ગયા, આ રીતે ફૂટી ગયો ભાંડો….
આ દુનિયામાં પૈસા કમાવવા માટેના ઘણા શોર્ટકટ છે પણ તમે જેટલા ઝડપથી અમીર બનશો તેટલા જ જલ્દી તમારી પોલ દુનિયાની સામે આવી જશે. આવું જ કંઈક થયું છે બે ભાઈઓ સાથે. મધ્યપ્રદેશના બે ભાઈઓ કે જેઓ ઘણા વર્ષોથી લોકોને મૂર્ખ બનાવી રહ્યાં હતા પણ હવે તેઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ કે દૂધનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે અને આવી સ્થિતિમાં જો તમને ખબર હોય કે દૂધનું પેકેટ શેમ્પૂથી બનેલું છે. તો તમે તરત ઉલ્ટી થઈ જશે. પણ આ હકિકત છે. શેમ્પૂમાંથી દૂધ બનાવીને 5 વર્ષમાં કરોડપતિ બનેલા બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે..
દુધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. જે નવજાતશિશુથી લઈને વૃદ્ધ વ્યક્તિને પીવડાવવામાં આવે છે. લોકો સામાન્ય રીતે ગાય, ભેંસ અને બકરીનું દૂધ પીવે છે. પણ જો તમને ખબર હોય કે આ દૂધ શેમ્પૂથી બનાવવામાં આવે છે. તો શું તે તમારા ગળાની નીચે ઉતરી શકે છે? તમે જે પેકેટ દૂધ ઘરે લઈ જઈ રહ્યાં છો અને તમે જે પી રહ્યાં છો કે ખરેખર તો ઝેર નથીને.. પોલીસે આવામાં બે ભાઈઓની ધરપકડ કરી છે, જે શેમ્પૂમાંથી દૂધ બનાવતા અને વેંચતા હતા. તમને જણાવી દયે કે તેનો આ ધંધો છેલ્લા 7 વર્ષથી ચાલુ હતો. આ ધંધાના કારણે તેઓ કરોડપતિ પણ બની ગયા હતા. ,અને એટલું જ નહીં, તેઓ કરોડપતિ પણ બન્યા હતા.
મધ્યપ્રદેશના મુરેનામાં વિશેષ ટાસ્ક ફોર્સે દેવેન્દ્ર ગુર્જર અને જયવીર ગુર્જરની ધરપકડ કરી છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી નકલી દૂધના ધંધાથી એટલા પૈસા કમાયા કે તેને માત્ર 7 વર્ષમાં ત્રણ બંગલા, એસયુવી, દૂધના ટેન્કર, ખેતી જમીન માટે અને બે પેકેટ બંધ દૂધ ફેક્ટરીના માલિક બન્યા ગયા હતા.
એક રિપોર્ટ અનુસાર દુધના રૂપમાં બંને ભાઈઓ ઝેર વેંચી રહ્યાં હતા. બંને ભાઈઓ મુરૈનાની ડેરી ફાર્મમાં પોતાની બાઈકથી દુધ પહોંચાડતા હતા. તેમાં તેને નફો થતાં બંનેએ કાળાધંધો શરૂ કર્યો હતો. 6 રૂપિયાની કિંમતમાં બનતુ દુધ બંને ભાઈઓ 25 રૂપિયામાં વેંચતા હતા.
બંને ભાઈઓ ગ્લુકોઝ, યૂરિયા, રિફાઈંડ તેલ, મિલ્ક પાઉડર, પાણી અને શૈમ્પુથી સિન્થેટિક દુધ બનાવતા હતા. તેઓ માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પણ ધીમે ધીમે હરિયાણા, દિલ્લી, રાજસ્થાનમાં પણ દુધ પહોંચાડતા હતા. નકલી દુધના આ કાળા ધંધામાં દેવેન્દ્ર ગુર્જરની સાથે ચંબલના કેટલાક ડેરી માલિકોના નામ સામેલ છે. જેઓ માત્ર 7 વર્ષમાં જ અમીર બની ગયા છે.