બીજાનું ઘરકામ કરીને ગુજરાન ચલાવતી મહિલાને અઢી લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું, બીલ જોઈને આંખો થઈ ગઈ પહોળી

મધ્ય પ્રદેશમાં બીજાનાં ઘરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી મહિલાનાં ઘરનું લાઈટ બિલ અઢી લાખ રૂપિયા આવ્યું છે. 65 વર્ષીય રામબાઈ પ્રજાપતિએ જ્યારે લાઈટ બિલનો આંકડો જોયો ત્યારે તેમના પગ નીચેથી તો જમીન ખસી ગઈ. તેમની નાનકડી ઓરડીમાં બલ્બ અને ટેબલ ફેન જ છે.

રામબાઈની ફરિયાદ સાંભળવા કોઈને સમય નથી મસમોટું બિલ જોઇને રામબાઈ ઇલેક્ટ્રિસિટી ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવા ગયા પણ કોઈ તેમની વાત સાંભળતું નથી. છેલ્લા 7 દિવસથી તેઓ રોજ બિલ સુધારવા ઓફિસ જઈ રહ્યા છે પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો.

મહિલાની ઓરડીમાં માત્ર એક બલ્બ અને ટેબલ ફેન જ છે દર વખતે રામબાઈને 300થી 500 રૂપિયાની વીજળીનું બિલ આવે છે. લોકડાઉનને લીધે તેઓ બે મહિનાનું બિલ ના ભરી શક્યા અને અત્યારે ડાયરેક્ટ અઢી લાખનું ફરફરિયું આવી ગયું. રામબાઈએ પોતાની તકલીફ વ્યક્ત કરતા કહ્યું, હું બીજાનાં ઘરનાં કામ કરીને ગુજરાન ચલાવું છું. મારા ઘરમાં એક બલ્બ અને ટેબલ ફેન જ છે, તેમ છતાં 2.5 લાખ રૂપિયાનું બિલ આવ્યું. હું ઘણા દિવસથી ડીપાર્ટમેન્ટમાં જઉં છું પણ કોઈ મારી વાત સાંભળતું નથી.

લાઈટ બિલની ગોલમાલમાં લોકોનાં બ્લડ પ્રેશર વધી ગયા લોકડાઉન દરમિયાન લોકોને લાખો અને કરોડોમાં ઇલેક્ટ્રિક બિલ આવ્યાનાં કિસ્સા ઘણા વધી ગયા હતા. આની પહેલાં ગણપત નાયકકે 80 કરોડનું ઇલેક્ટ્રિસિટીનું બિલ આવતા તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. ગણપતનાં પૌત્ર નીરજે કહ્યું, બિલ જોઇને અમને લાગ્યું કે વીજળી વિભાગે આખા શહેરનું બિલ અમને આપી દીધું. જો કે, ડીપાર્ટમેન્ટે પોતાની ભૂલ સ્વીકારીને બિલમાં સુધારો કર્યો હતો.

error: Content is protected !!