મહેશભાઇ સવાણી દીકરીના ઘરે પહોંચ્યા, આંખમા આવી ગયા આંસુ, સર્જાયા ભાવુક દ્રશ્યો

ભારતમાં એવા ઘણા લોકો રહે છે જેઓ દીકરીનો જન્મ થાય ત્યારે ખુશ થતા નથી, જો કે હવે સમય બદલાઈ રહ્યો છે, આવું એટલા માટે થાય છે કારણ કે દીકરીના લગ્ન સમયે જરૂરી દહેજની રકમ ખૂબ જ વધારે હોય છે, જેને કેટલાક પિતા હસીને, કેટલાક ઉદાસ થઈને અને ઘણા રડતા ઉઠાવે છે. પરંતુ એવું કહેવાય છે કે દરેક છોકરીઓનું નસીબ ઉપરથી લખેલું હોય છે, તેથી તેમના જન્મનો અફસોસ ન કરો કારણ કે તેમને તેમના હિસ્સાનું મળી જાય છે.

સુરતના ઉદ્યોગપતિ એવા મહેશભાઈ સવાણીએ આવી કેટલીક દીકરીઓ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે. હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. મહેશભાઈ સવાણી લગભગ 4874 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે, અને ઘણી નિરાધાર દીકરીઓની મદદ પણ કરી છે.

નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા 4 અને 5 ડિસેમ્બર ચૂદડી મહિયરની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 યુગલોએ ફેરા લીધા હતા. મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે અલગ અલગ ધર્મના યુગલોના લગ્ન કરાવી સર્વ ધર્મ સમભાવ ની ભાવના પણ જગાવી છે

સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલો માટે મનાલ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર કપલો હાલ મનાલી પ્રવાસ પર છે. અને હાલ મનાલીમાં ખુબ મજા કરી રહ્યા છે. મહેશભાઈ સવાણી તેમના ફોટા અને વિડીયો પણ શેર કર્યા હતા.

તે જાણીતું છે કે મહેશભાઈ સવાણી એક પિતા તરીકેની જવાબદારી સારી રીતે નિભાવે છે. મહેશભાઈની જવાબદારી લગ્ન કરાવવા સુધી જ સિમિત નથી રહેતી. સાથે સાથે તેઓ દીકરીઓના ઘરની મુલાકાત પણ લેતા રહે છે. તેના ખબર અંતર પણ પૂછતા હોય છે કે દીકરીઓને કોઈ જાતનું દુઃખ તો નથી ને?

તાજેતરમાં આવો એક કિસ્સો વલ્લભીપુરથી સામે આવ્યો છે, જ્યાં મહેશભાઈ સવાણી એક દીકરીને સરપ્રાઈઝ આપી તેની મુલાકાત લેવા તેના ઘરે પહોંચ્યા હતા. દીકરીએ મહેશભાઈ સવાણીનું કપાળ પર તિલક કરી અને મોઢું મીઠુ કરાવી સ્વાગત કર્યુ હતું.

દીકરી સ્વાગત કરતા સમયે ભાવુક થઈને રડી પડી હતી ત્યારે મહેશભાઈએ દીકરીને માથે હાથ રાખી ને કહ્યું કે ‘આજે રડવાનો નહીં ખુશ થવાનો સમય છે હું તારા સાસરિયામાં આવ્યો છું’, મહેશભાઈએ દીકરીના માથે હાથ રાખી રડતા રડતા છાની રાખી હતી. મેળાપ વેળાએ ભાવુક કરી દેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખરા અર્થમાં એક પિતા અને દીકરી વચ્ચેના સાચા સબંધના દર્શન થયા હતા.

error: Content is protected !!