શહીદ જવાનના પાંચ વર્ષના પુત્રે પિતાને ફુલહાર પહેરાવી કર્યા અંતિમ દર્શન, ધ્રુસકે ધ્રુસકે રડ્યું આખું ગામ

પાલનપુર : તાલુકાના મોટા ગામના અનેક યુવાનો ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. ગામમાં લગભગ એક પરિવારનો દીકરો માં ભોમની રક્ષા કરવા બોર્ડર પર તૈનાત છે. ત્યારે ઓરિસ્સાના હોપાલપુરમાં ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ મફુસિંગ હડિયોલ સોમવારે શહિદ થતાં મોટા ગામમાં અને પરિવારમાં શોક છવાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા તેમને પત્ની અને બે બાળકો છે. જેમાં એક બાળક પાંચ વર્ષ અને બીજું બાળક હજુ 6 માસનું છે ત્યારે આ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા અને પત્નીએ પતિ ગુમાવ્યા છે.પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી

પાલનપુર તાલુકાના મોટા ગામના અને ઓરિસ્સા ખાતે આર્મીમાં ફરજ બજાવતો જવાન બિમારીના કારણે શહીદ થતાં તેઓના પાર્થિવદેહને મંગળવારે સવારે અમદાવાદ લવાયો હતો.ત્યારબાદ સન્માન સાથે માદરે વતન લવાયો હતો. શહીદ જવાનના પુત્રે પિતાના અંતિમ દર્શન કર્યા હતા. જ્યાં બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

પાલનપુરના મોટા ગામના જવાન મહેન્દ્રસિંહ મફુસિંગ હડીયોલ ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા શહિદ થયા હતા. શહીદ મહેન્દ્રસિંહ મફુસિંગ હડીયોલના પાર્થિવ દેહને મંગળવારે રાત્રે લાવવામાં આવ્યો છે. શહીદના પાર્થિવ દેહને સન્માન સાથે વતન લાવવામાં આવતા લોકોએ પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે બુધવારે જવાન મહેન્દ્રસિંહના પાર્થિવદેહની અંતિમયાત્રા ગામમાં યોજાઈ હતી.

શહીદ જવાનના પાંચ વર્ષના પુત્રે પિતાને ફુલહાર પહેરાવી અંતિમ દર્શનકર્યા હતા. જવાનના પાર્થિવદેહને બનાસકાંઠા પોલીસ દ્વારા સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. દેશની સુરક્ષા કાજે ખડેપગે ફરજ બજાવતા જવાનની યાદમાં આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડ્યું હતુ.

error: Content is protected !!