થયો મહાદેવનો ચમત્કાર, ગુજરાતમાં અહીં 850 વર્ષ જૂનું મંદિર ફરી દેખાયું, ઓમ નમ: શિવાય લખી પોસ્ટ શેર કરો, ભોળાનાથ ધાર્યું કામ કરશે

મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ડેમની સપાટી 384.5 ફૂટ થતાં કિનારા અને બેટ ખુલ્લા થતાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખૂલતાં દર્શન ઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.ડેમની સપાટી ઘટતા જ અહીં આવેલા એક પ્રાચીન મંદિરના દ્વારા ખુલ્યા છે. અહીં આવેલું મંદિર 850 વર્ષથી જૂનું હોવાનું કહેવામાં આવે છે

મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થયો છે. ડેમની સપાટી ઘટતા જ અહીં આવેલા એક પ્રાચીન મંદિરના દ્વારા ખુલ્યા છે. અહીં આવેલું મંદિર 850 વર્ષથી જૂનું હોવાનું કહેવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ડેમના કેચમેન્ટ એરિયાના કિનારા અને બેટ ખુલ્લા થયા છે. જેના પગલે ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે. આ સાથે જ ભોળાનાથના દર્શન કરીને દર્શન ઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.

મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે. ત્યારે જો આવનારા દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ  જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો જોવા મળતાં

તો બીજી તરફ લોકોની આસ્થા સાથે સંકળાયેલા ડેમની વચ્ચે આવેલી ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે ડેમના નિર્માણ દરમિયાન ડુબાણમાં ગયું હતું. એ ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતાં આ નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખુલ્લાં થતાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. એક લોકવાયકા મુજબ, કડાણા ડેમના નિર્માણ પહેલાં અહીં મહિપૂનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા

પરંતુ ત્યાર બાદ ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલિયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતાં આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખૂલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. જ્યારે આ ગુફા મંદિરની ડોક્યુમેન્ટરી ફિલ્મ માહિતી ખાતામાં ઉપલબ્ઘ છે.

શિવલિંગ છૂટું હોવા છતાં એક સ્થાને બિરાજમાન છે
કડાણા ડેમ બન્યાને આજે 50 વર્ષ ઉપર વર્ષો વીત્યાં છે ત્યારે આટલાં વર્ષો દરમિયાન અનેક વખત મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ પણ ગુફામાં આવેલું શિવલિંગ છૂટું હોવા છતાં એના એ જ સ્થાને બિરાજમાન હોઈ શ્રદ્ધાળુઓમાં ગુફામાં આવેલા શિવજીના મંદિર પ્રત્યે એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.

error: Content is protected !!