એશિયાનું સૌથી ધનવાન ગામ છે ગુજરાતમાં, કરોડો નહીં અબજો રૂપિયાની છે સમૃદ્વિ

ભુજ: ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરી રહ્યા છીએ જેનું સ્થાન દેશમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં આગવું છે. જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો? જી હા, ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાકીય સુવિધા ઘરાવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ ૩ કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસતી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ ગણવામાં આવે છે.

સર્વે મુજબ આ ગામ પાસે 2200 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે. આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. આ ગામમાં ૧૫થી પણ વધુ બેન્કો આવેલી છે અને હજી પણ નવી બેન્કો અહીં પોતાની બૅન્કોની શાખાઓ ખોલવા તત્પર છે.

કોઈ એક ગામમાં આટલી બધી બેન્કો હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે. સર્વે મુજબ હાલ માધાપર ગામની તમામ બેન્કો પોસ્ટની ડિપોઝિટ મળી ૨૨૦૦ કરોડની થાપણો ધરાવે છે.

આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે.

error: Content is protected !!