સૂર્યાકુમાર યાદવના વૈભવી એપાર્ટમેન્ટમાં મારો લટાર, બાલ્કનીમાંથી જુઓ શાનદાર નજારો

આજકાલ ટીમ ઈન્ડિયાના સૂર્યાકુમાર યાદવની બહુ જ ચર્ચા ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલી મેચમાં શ્રીલંકા સામે સૂર્યાકુમારે સદી ફટકારી હતી જેને લઈને ભારત સહિત વિદેશીમાં પણ છવાઈ ગયો છે. સૂર્યાકુમાર પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સૂર્યાકુમારના વૈભવી એપાર્ટમેન્ટ મુંબઈના આંગણે આવેલો છે જે હાઈરાઈઝ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર છે જે તમે તમારા ઘરમાં બેસીને નિહાળી શકો છો.

ટીમ ઈન્ડિયાના સૂર્યાકુમાર યાદવનો વૈભવી એપાર્ટમેન્ટ મુંબઈના ચેમ્બુરના અનુશક્તિ નગરમાં છે. આ ઘરમાં તે તેના આખા પરિવાર સાથે રહે છે અને તેનો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. જેને લઈને સૂર્યાએ ઘરમાં પૂજા ઘર બનાવ્યું છે. જેની તસવીર જોઈ તમે પણ ધાર્મિક થઈ જશો.

સૂર્યાકુમાર યાદવ પોતાની નવરાસની પળો ડોગ પાબ્લો સાથે વિતાવવાનું વધારે પસંદ કરે છે. સૂર્યાકુમારનો એપાર્ટમેન્ટ એક હાઈરાઈઝ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર છે અને તેના ઘરની બાલ્કનીમાંથી સુંદર દ્રશ્યો જોવા મળે છે.

સૂર્યાકુમાર યાદવના ઘરમાં રોયલ ફર્નિશિંગ છે. દીવાલો પર સુંદર રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરેક ખૂબ ફેન્સી છે. સૂર્યાકુમારના ઘરમાં બ્લૂ સોફા અને વ્હાઈટ હાઈનિંગ ચેર રાખવામાં આવી છે. તેમના બેડ રૂમની વોલ વુડન છે. જે તેમને જોરદાર વૈભવી લુક આપે છે.

આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં વિશાળ લિવિંગ કમ ડાઇનિંગ રૂમ, બે વિશાળ શયનખંડ અને એક ગેમિંગ રૂમ છે. રૂમની મુખ્ય વિશેષતાઓને વધારવા માટે તમામ રૂમમાં LED લાઇટ્સ પણ છે.

સૂર્ય કુમાર યાદવ પાસે હાઇ સ્પીડ કારનું શાનદાર કલેક્શન છે. તેણે તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ GLE કૂપનો સમાવેશ કર્યો છે. તેની કિંમત લગભગ 2.15 કરોડ રૂપિયા છે.

કાર કલેક્શનમાં નિસાન જોન્ગાની કિંમત રૂ. 15 લાખ, રેન્જ રોવર વેલરની કિંમત રૂ. 90 લાખ, મિની કૂપર એસ અને રૂ. 60 લાખની કિંમતની ઓડી A6 જેવી કારનો સમાવેશ થાય છે.

સૂર્યકુમાર યાદવને કાર ઉપરાંત સ્પોર્ટ્સ બાઈકનો પણ શોખ છે. અહેવાલો અનુસાર, તેની પાસે સુઝુકી હાયાબુસા અને હાર્લી-ડેવિડસન જેવી મોંઘી બાઇક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!