પ્રેમીએ પોતાની કાર આપી પ્રેમિકાને, યુવતીએ બે લોકોનો ભોગ લીધો, મોઢું છુપાવવું ભારે પડ્યું

પ્રેમીએ પોતાની કાર આપી પ્રેમિકાને, યુવતીએ બે લોકોનો ભોગ લીધો, મોઢું છુપાવવું ભારે પડ્યું

પ્રેમમાં પડેલી વ્યક્તિ પાર્ટનરની ઈચ્છા પૂરી કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. હાલમાં પ્રેમીએ પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં તેને કાર ચલાવવા આપી દીધી હતી. પ્રેમિકાને કાર ચલાવતા આવડતી નહોતી, પરંતુ પ્રેમીએ તો પણ કાર આપી દીધી. પ્રેમિકાએ કાર ચલાવતી વખતે ભયંકર અકસ્માત કર્યો હતો.

પ્રેમિકાએ થોડેક દૂર કાર ચલાવી હતી અને પછી બે બાઇક સવારને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપડ્યું હતું. પોલીસે આ કેસમાં પ્રેમી ને પ્રેમિકાની ધરપકડ કરી દીધી છે. કારના માલિક યુવકના પિતા પર કેસ કરવામાં આવ્યો છે.

મળતી મહિતા માહિતી પ્રમાણે, આ ઘટના છત્તીસગઢના બિલાસપુરના કોટા રોડ સ્થિત નેવરા ગામ પાસેની છે. મુંગેલીમાં રહેતા રવિન્દ્ર કુર્રે પોતાની પ્રેમિકા સાથે કારમાં ફરવા નીકળ્યો હતો. રવિન્દ્રે પોતાની ગર્લફ્રેન્ડને કાર ચલાવવા આપી હતી. યુવતીએ થોડેક દૂર ચલાવીને ઉત્સાહમાં આવીને એક્સિલેટર પર વધુ જોર આપી દીધું હતું. આ જ કારણે સામેતી આવતી એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં 50 વર્ષીય શુકુવારા બાઇ તથઆ જેતારામનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક અનેક મીટર દૂર સુધી ઘસડાઈ હતી.

આ અકસ્માતમાં તુલસીરામ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે યુવતી તથા પ્રેમી રવિન્દ્રને પકડી રાખ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. કાર રવિન્દ્રના પિતાના નામે છે. પોલીસે કાર માલિક વિરુદ્ધ પણ કેસ કર્યો છે.

સારવાર માટે બાઇકસવાર નીકળ્યા હતા
તુલસીરામ યાદવ પોતાના ગામના જ સુકુવારા તથા સસરા જેતારામની સારવાર માટે જન સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જતા હતા. બંને બાઇકની પાછળની સીટ પર બેઠા હતા. ઘટનામાં તુલસીરામ યાદવ મદદ માટે ઘરની બહાર નીકળ્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના પગનું હાડકું તૂટી ગયું હતું. માથા, ખભા, કમર તથા ઘુંટણમાં ગંભીર ઈજા થઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, રવિન્દ્રે પ્રેમિકાને કાર ચલાવવા આપી હતી અને તે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠો હતો. આ દરમિયાન બંને મજાક મસ્તી કરતા હતા. ત્યારેજ પ્રેમિકાએ ઉત્સાહમાં આવીને બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દીધું અને સામેથી આવતી બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. કેસ કરવામાં આવ્યો છે.