સિંહનાં બચ્ચાનું અચાનક થઈ ગયુ મોત તો જોર-જોરથી રોવા લાગી માતા સિંહણ, તમે પણ થઈ જશો ભાવુક
એક માતા માટે, તેનું બાળક આખી દુનિયા હોય છે. તે તેની ખુશી માટે કંઈ પણ કરી શકે છે. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે માતા તેની ખૂબ કાળજી લે છે. નાની ઉંમરે, બાળકો માટે દરેક પળે જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, માતાનો પ્રયાસ રહે છે કે તેના બાળકોને સહેજ પણ તકલીફ ન થાય. પરંતુ કેટલીકવાર એવું બને છે કે માતાની સંભાળ લીધા પછી પણ બાળકનો જીવ જતો રહે છે. તેના જીગરના ટુકડાને તેની આંખો સામે મરતો જોઈને દરેક માતા માટે દુસ્વપ્ન જેવું છે. તે આ પીડા સહન કરી શકતી નથી. તેની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ અટકવાનું નામ નથી લેતો.
આ વાત માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. માણસોની જેમ, પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે. તેઓ તેમના બાળકોને પણ ખૂબ ચાહે છે. જ્યારે તેમના બાળકને કંઇક થાય છે ત્યારે તેઓ પણ દુખી થાય છે. તો પછી જંગલની અંદર તો બચ્ચાઓ ઉપર વધુ જોખમ રહેલું હોય છે. કેટલીકવાર સંજોગો એવા બને છે કે માતા ઇચ્છે તો પણ બાળકને બચાવી શકતી નથી. હવે જંગલની સિંહણ સાથે પણ આવું જ કંઈક થયું. જ્યારે તેને તેના બચ્ચાના મોતની જાણ થઈ ત્યારે તેનું હૃદય છલકાઈ ગયું. તે ગર્જના કરીને રડવા લાગી.
બચ્ચાનાં મોત પર રડતી આ સિંહણનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તેનું કાળજુ કંપી ગયુ હતુ. તેમને એ પણ સમજાયું કે મનુષ્યની જેમ પ્રાણીઓમાં પણ હ્રદય હોય છે. તેમને પણ લાગણી હોય છે. તેઓ તેમના પ્રિયજનોની ખોટ પર પણ શોક વ્યક્ત કરે છે. આ વીડિયોને Naji_alt નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહણ તેના બચ્ચાના શરીરની નજીક આવે છે અને ગર્જના કર્યા પછી રડવા લાગે છે. સિંહણને બે બચ્ચા છે. તેમાંથી એક મૃત્યુ પામ્યુ છે જ્યારે બીજુ તેની બાજુમાં ચાલતુ હતુ. સિંહણ પણ પહેલા તેના બાળકને સૂંઘે છે. જ્યારે તેણીને ખબર પડી કે તે મરી ગયુ છે, ત્યારે તે ગર્જના કરે છે અને રડવાનું શરૂ કરે છે. તેને બચ્ચા માટે આટલું રડતા જોઈને આપણી આંખોમાં પણ આંસૂ આવી ગયા. આપણે પણ તેની પીડા અનુભવવાનું શરૂ કરવા લાગ્યા હતા.
તો તમે જોયું કે આ માતાનું દુ:ખ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યુ. આ વિડિયો સાબિત કરે છે કે પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે. તેથી, હવે કોઈપણ પ્રાણીને નુકસાન પહોંચાડતા પહેલા, તમે તેમની લાગણીની કદર કરવાનું શીખી લેજો. આપણે મનુષ્ય અને પ્રાણીઓએ એક બીજા સાથે તાલમેલ બનાવીને રહેવું જોઈએ.