માતાની સેવાથી વધીને બીજુ કશું જ નથી, IAS અનૂપ કુમાર સિંહે ફગાવ્યુ જીલ્લા કલેક્ટરનું પદ

આમને મળો, આ છે મધ્યપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી અનૂપ કુમાર સિંહ. તેમની માતાને કારણે, તેમણે જિલ્લા કલેક્ટર પદને ફગાવી દીધું હતું, પરંતુ આખી સ્ટોરી જાણ્યા પછી, દરેક લોકો આઈએએસ અનૂપકુમાર સિંહના આ નિર્ણયની પ્રશંસા કરતા થાકતા નથી.અનૂપ કુમારસિંહે તેમની માતાની સેવા કરવાનું પસંદ કર્યું.આ પુત્રને હ્રદયથી સેલ્યૂટ: બિમાર માતાની સેવા માટે છોડી દીધી કલેક્ટરની નોકરી, સરકારને પણ બદલવો પડ્યો આદેશ


અનૂપ કુમાર સિંહ આઈએએસ મધ્યપ્રદેશ
વાસ્તવમાં, દેશના દરેક યુવાનોનું સપનું હોય છે કે તે આઈએએસ બને અને જિલ્લા કલેક્ટર તરીકે સેવાઓ આપે. અનૂપ કુમાર સિંહ પણ જિલ્લા કલેક્ટર બનવા ઇચ્છતા હતા, પરંતુ હવે બિમાર માતાની સેવા કરવાની તક અને જિલ્લા કલેક્ટર બનવાની તક એકસાથે આવી, તો અનૂપ કુમારસિંહે તેમની માતાની સેવા કરવાનું પસંદ કર્યું.

અનૂપ કુમાર સિંહ જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર પણ હતા
જણાવી દઈએકે, આઈએએસ અનૂપ કુમાર સિંહ હાલમાં મધ્યપ્રદેશના જબલપુરમાં અધિક કલેકટર તરીકે મુકાયા છે. આ પહેલા સિંહ જબલપુર મહાનગરપાલિકામાં કમિશનર પણ રહી ચૂક્યા છે. 7 મેના રોજ, મધ્યપ્રદેશ સરકારે અનૂપ કુમાર સિંહની દમોહના જિલ્લા કલેક્ટર પદે બદલી કરી હતી. આ સાથે અન્ય ચાર આઈએએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.

મારી પ્રાથમિકતા માતાની સારવાર કરાવવાની
મીડિયા સાથેની વાતચીતમાં જબલપુરના એડિશનલ કલેકટર અનૂપ કુમાર સિંહે જણાવ્યું કે હાલમાં તેઓ હોસ્પિટલમાં છે. તે તેમની માતાની સારવાર કરાવી રહ્યા છે. માતા વેન્ટિલેટર પર છે. 7 મેના રોજ, દામોહને જિલ્લા કલેક્ટર તરીકે પોસ્ટ કરાયા હતા, પરંતુ મારી માતાની સારવાર કરાવવી એ મારી પ્રાથમિકતા છે. તેથી જ મેં દમોહ ડી.એમ. પોસ્ટમાં જોડાવાની અસમર્થતા વ્યક્ત કરી છે. હવે તે આદેશ પણ બદલાયો છે.

એસ કૃષ્ણ ચૈતન્યએ અનૂપનું સ્થાન લીધું
અહીં, બિમાર માતાની સેવા કરવા માટે આઈએએસ અનૂપ કુમારસિંહે દામોહ જિલ્લા કલેક્ટરના પદને નકારી કાઢ્યું, ત્યાર પછીના બીજા જ દિવસે મધ્ય પ્રદેશ સરકારે આઠમી મેના રોજ તેમનો ટ્રાન્સફર ઓર્ડર રદ કર્યો. અનૂપ કુમારની જગ્યાએ, ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર એસ. કૃષ્ણ ચૈતન્યને દામોહ જીલ્લા કલેક્ટર પદ ઉપર લગાવવામાં આવ્યા છે.

આઇ.એ.એસ. અનૂપ કુમાર સિંહનું જીવનચરિત્ર
14 મે 1987ના રોજ જન્મેલા, અનૂપ કુમાર સિંઘ 2013 કેડરના આઈએએસ અધિકારી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે. ખૂબ શાંત અને સરળ સ્વભાવના છે. તેઓ કામ અંગે હંમેશાં કડક રહે છે. જબલપુરમાં કમિશનર હતા ત્યારે અનૂપસિંહે ઘણાં નોંધપાત્ર કાર્યો કર્યા હતાં. અનૂપ કુમાર સિંહ 2 ફેબ્રુઆરી, 2021થી જબલપુર એડિશનલ કલેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે.

error: Content is protected !!