ફેરા ફર્યા પહેલાં જ હાર્ટ-અટેક આવતાં કન્યાનું મોત, સાળી સાથે વરરાજાના લગ્ન સંપન્ન કરાવાયા, જુઓ તસવીરો
ઉત્તરપ્રદેશના ઇટાવામાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં ધામધૂમથી ચાલી રહેલા લગ્નપ્રસંગ સમયે ગમગીની છવાઈ ગઈ, જ્યારે કન્યાનું અચાનક જ મૃત્યુ થયું. લગ્નપ્રસંગમાં લગ્ન સંપન્ન થવાના હતા ત્યાં જ અચાનક સાત ફેરા ફરતાં પહેલા જ કન્યાને હાર્ટ-અટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું.
કન્યાનું મોત થતાં લગ્નપ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી.
ખેરખર, આ ઘટના ઇટાવાના ભરથના વિસ્તારની છે. અહીં સમસપુરમાં એક લગ્નપ્રસંગ દરમિયાન આ ઘટના બની છે. વર પક્ષના મહેશ ચંદે જણાવ્યું હતું કે મંગળવારે 25 મેના રોજ તેમની બહેન સુરભિના લગ્ન મંજેશ ગ્રામ નવલી ચિતભવનની સાથે ધામધૂમથી થઇ રહ્યા હતા. જાન આવતાંની સાથે જ કન્યા પક્ષના લોકોએ ધામધૂમથી જાનનું સ્વાગત કર્યું હતું અને લગ્નની શરૂઆત થઇ હતી.
લગ્નપ્રસંગમાં અચાનક કન્યાનું મોત થતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
રાત્રે લગભગ સાડાઆઠ વાગે દ્વારચાર સાથે વરમાળા, માંગ ભરવા સહિત અન્ય તમામ રીતરિવાજ પૂર્ણ થઇ ચૂક્યા હતા. સાત ફેરા માટે વર-કન્યા બંને પક્ષ તૈયારીઓ કરી રહ્યા હતા, આ દરમિયાન લગભગ દોઢ વાગે અચાનક જ કન્યા બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી.
યુપીના ઇટાવાના ભરથનામાં એક લગ્નપ્રસંગ દરમિયાન કન્યાનું અચાનક મોત થયું હતું.
અચાનક જ બેભાન થઈ ગયેલી કન્યાને પરિવારના સભ્યો ગામના ડોકટર પાસે લઈ ગયા હતા. ડોકટરે તપાસ કરતાં કન્યાને હાર્ટ-અટેક આવ્યો હોવાથી તે મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
લગ્ન પ્રસંગમાં આવેલા સગા-સબંધીઓ અને વર પક્ષના લોકોની સંમતિ પર મૃત્યુ પામેલી કન્યાની નાની બહેનના લગ્ન વર સાથે કરાવવામાં આવ્યા હતા. આમ લગ્ન કરવા આવેલા વરરાજાના લગ્ન તેની સાળી સાથે જ કરાવવામાં આવ્યા હતા અને લગ્ન સંપન્ન કરાવાયા હતા. આ દરમિયાન મૃત્યુ પામેલી કન્યાનો મૃતદેહ અન્ય એક રૂમમાં રાખવામા આવ્યો હતો. લગ્નપ્રસંગ સંપન્ન થયા બાદ વિદાય બાદ મૃત્યુ પામેલી કન્યાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.