પોલીસ કૉન્સ્ટેબલ લલિતા બન્યો લલિત, હવે લગ્ન કરી જીવે છે આવું જીવન, જુઓ તસવીરો

મુંબઈ પોલીસ કૉન્સ્ટેબલ લલિત સાલ્વેનાં 32 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં. તેમણે તેમના જ ગામ બીડની આર્ટ સ્ટૂડન્ટ સીમા સાથે લગ્ન કર્યાં. તેમની પત્ની ઘણા લાંબા સમયથી તેમના ઓપરેશનને જોઇ રહી રહી હતી, જ્યારે તેઓ લલિતામાંથી લલિત બન્યા. લલિત વર્ષ 2018 માં પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કિન્નરમાંથી એક પુરૂષ બનવાના સંઘર્ષ પર પહેલીવાર ખુલીને વાત કરી હતી.


2018 માં શરૂ થયો બદલાવ
વર્ષ 2018 માં એપ્રિલ મહિનામાં તેમણે સરકાર પાસે સર્જરીની મંજૂરી માંગી હતી. સરકારની મંજૂરી મળ્યા બાદ તેમને ઘણી સર્જરીઓમાંથી પસાર થવું પડ્યું હતું. લગ્નભગ એક વર્ષ બાદ તેમના જીવનના નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમણે ફરીથી પોલીસની નોકરી શરૂ કરી અને આ વખતે મહિલા તરીકે નહીં પરંતુ પુરૂષ કૉન્સ્ટેબલ તરીકે. તેઓ પુરૂષ બન્યા ત્યારબાદ તેમનો પરિવાર લગ્ન માટે યોગ્ય છોકરી શોધી રહ્યો હતો, ત્યાં તેમની શોધ સીમા પર પૂરી થઈ.

માતા-પિતાએ લગ્નમાં કરી ઉતાવળ
લગ્નબાદ સાલ્વેએ કહ્યું, “મારાં માતા-પિતાને લાગતું હતું કે, હું જલદી ઘરડો થઈ રહ્યો છું એટલે તેઓ મારા માટે યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. એક સંબંધીએ તેમને સીમા અંગે જણાવ્યું. મારામાં થયેલ બદલાવો બાદ કોઇપણ છોકરી માટે મને સ્વીકારવાનો નિર્ણય મુશ્કેલ હતો. હું સમજી શકું છું કે, કોઇના પણ માટે એ વાત સ્વિકારવી કેટલી મુશ્કેલ હશે કે, હું છોકરીમાંથી છોકરો બન્યો છું. પરંતુ સીમાએ મારી આ માન્યતા ખોટી ઠેરવી.”

મળ્યા પહેલાં જ લલિત વિશે બધું જ જાણાતી હતી સીમા
વધુમાં જણાવતાં લલિતે કહ્યું, “અમે પહેલીવાર મળ્યાં ત્યારે મેં સીમાને પૂછ્યું કે, શું તે મારા વિશે બધું જાણે છે. ત્યારે તેણે જણાવ્યું કે, મારા બદલાવ સાથે સંકળાયેલ મારા સંઘર્ષની બધી જ વાતો તે જાણે છે.” તેણે જણાવ્યું કે, તે આ બાબતે બહુ ધ્યાનથી અધ્યયન કરી રહી હતી. જેનાથી મને શાંતિ તો થઈ જ સાથે-સાથે તેના વિશે કોઇ પૂર્વગ્રહ પણ ન બંધાયો. દરેક બાબતે લગ્ન કર્યા બાદ 16 ફેબ્રુઆરીએ ઓરંગાબાદમાં લગ્ન કર્યાં. લલિતની પત્ની સીમા ઓરંગાબાદમાં આર્ટ્સનો


અભ્યાસ કરી રહી છે.લગ્નમાં હાજર રહ્યા સર્જરી કરનારા ડૉક્ટર પણ
હજી લલિતનો ઈલાજ પૂરો નથી થયો. આગામી થોડા જમહિનાઓમાં તેમને ડૉક્ટરો તરફથી લીલી ઝંડી મળી જશે અને તેઓ તેમનું પર્મેનન્ટ એડ્રેસ પણ બદલી શકશે. પોતાના સંઘર્ષ વિશે જણાવતાં લલિતે કહ્યું, તેમનાં લગ્નનાં તેમની સર્જરી કરનાર ડૉક્ટરથી લઈને એ દરેક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમણે તેને આ માટે મદદ કરી હતી.અત્યારે લલિત તેની પત્ની સાથે સમય પસાર કરવા ઇચ્છે છે. જીવનમાં આવેલ ચઢાવ-ઉતાર બાદ તે હવે આરામ કરવા ઇચ્છે છે અને ભવિષ્ય અંગે આયોજન કરવા ઇચ્છે છે.

error: Content is protected !!