કેએલ રાહુલ અને આથિયા બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં, લગ્નમાં આવો હતો જલસો, જુઓ તસવીરો

કેએલ રાહુલ અને આથિયા બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં, લગ્નમાં આવો હતો જલસો, જુઓ તસવીરો

અથિયા તથા રાહુલનાં લગ્નની વિધિ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ ‘જહાન’માં થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરી હતી. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા.

સસરા નહીં પિતા બનવા માગું છું: સુનીલ શેટ્ટી
મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, તે કેએલ રાહુલના સસરા નહીં, પણ પિતા બનવા માગે છે. બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

દીકરીના લગ્ન બાદ સુનીલ શેટ્ટી દીકરા સાથે બહાર આવ્યો
અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા.

લગ્નમંડપને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યો હતો
આ ગ્રાન્ડ વેડિંગમાં ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. તમામ મહેમાનોના હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. આ બેન્ડથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું. તમામ મહેમાનોનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવશે.

સંગીત સેરેમનીમાં કોણ કોણ આવ્યું હતું?
22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં અથિયા-રાહુલે ‘મુઝસે શાદી કરોગી..’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાનાં ભાઈ તથા માતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.કપલના સંગીતમાં ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા ઉપરાંત પંજાબી સિંગર તથા એક્ટર ગિપ્પી ગ્રેવાલ, ક્રિકેટર વરુણ અરોન પણ આવ્યો છે. અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો.

સંગીત સેરેમનીમાં ધમાલ મચાવી
રવિવાર, 22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી. સંગીત સેરેમનીનો એક વીડિયો સો.મીડિયામાં વાઇલ થયો છે. વીડિયોમાં સુનીલ શેટ્ટીનો ખંડાલા સ્થિત બંગલો લાઇટથી ઝગમગે છે. મહેમાનોની ચહલ-પહલ જોઈ શકાય છે. મહેમાનોએ બોલિવૂડ સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

અથિયા-રાહુલે ‘મુઝસે શાદી કરોગી..’ પર ડાન્સ કર્યો
અથિયા શેટ્ટી તથા રાહુલે સલમાન ખાન-અક્ષય કુમારની ફિલ્મના ગીત ‘મુઝસે શાદી કરોગી…’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાનાં ભાઈ અરહાન તથા માતા માના શેટ્ટીએ સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું. અર્જુન કપૂરની બહેન અંશુલાએ પણ ડાન્સ ફ્લોર ગજવી મૂક્યો હતો. મહેમાનોએ ‘પઠાન’ના ‘બેશરમ રંગ..’ તથા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’ના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે..’ પર ડાન્સ કર્યો હતો.

ચાર વર્ષના ડેટિંગ માટે અથિયા-રાહુલ એકસાથે
રાહુલ તથા અથિયા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પ્લેયર છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટી તથા માના શેટ્ટીની દીકરી છે. બંને પરિવાર કર્ણાટકના છે. અથિયાએ ‘હીરો’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અથિયાની નેટવર્થ 29 કરોડ રૂપિયા છે અને રાહુલ વર્ષે 30 કરોડ કમાય છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *