આમિર ખાનથી અલગ થયા પછી પણ કિરણ રાવ છે કરોડોની માલિકણ, જાણો કેટલી છે તેની સંપત્તિ

કિરણ રાવ ભલે આમિર ખાનની પત્ની હોય, પરંતુ તેણે પોતાનું પણ નામ બનાવ્યું છે. કિરણ પ્રોડ્યુસર, સ્ક્રીન-રાઇટર અને ડિરેક્ટર પણ છે. કિરણે પોતાની મહેનતથી જ તેની એક ઓળખ ઊભી કરી છે. તે એક એક્ટ્રેસ જેટલી જ કમાણી કરી લે છે. સારી કમાણી કરતી હોવા છતાં તે ઘણી એનજીઓ સાથે પણ જોડાયેલી છે. આજે જ્યારે કિરણ રાવ આમિરથી છૂટાના ન્યૂઝ આવી રહ્યા છે ત્યારે તેના ફેન્સ તેની કુલ સંપત્તિ, ઉંમર, કરિયરની માહિતી અને વ્યક્તિગત જીવન વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. તો આવો, આ દરમિયાન અમે તમને જણાવીએ કે કિરણ રાવની સંપત્તિ કેટલી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિરણ રાવની કુલ સંપત્તિ 146 કરોડ છે. નોંધનીય છે કે કિરણ એક મહિલા ડિરેક્ટર તરીકે સૌથી વધારે કમાણી કરતી મહિલા છે. નોંધનીય છે કે આમિર ખાને પણ ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, અભિનેતાની કુલ સંપત્તિ 1434 કરોડ રૂપિયા છે. આમિર ખાન એક ફિલ્મના રૂ. 85 કરોડ લે છે.

કિરણ રાવ સ્ટાર્સ પત્નીઓમાં સૌથી સફળ મહિલા છે.
કિરણ રાવ પાસે પોતાનો એક આલીશાન બંગલો અને મોંઘી ગાડીઓ પણ છે, જોકે તેણે હજી એ વાતનો ખુલાસો નથી કર્યો કે તેની પાસે કેટલાં ઘર અને ગાડીઓ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, 2020માં કિરણની સંપત્તિ રૂ. 146 કરોડ આંકવામાં આવી હતી.

કિરણનું અત્યારસુધીનું કરિયર
નોંધનીય છે કે 2005માં આમિર ખાન અને કિરણ રાવે લગ્ન કર્યાં છે. હાલ બંનેને એક દીકરો છે, જેનું નામ આઝાદ છે. કિરણના કામની વાત કરીએ તો તે પ્રોડ્યુસર, સ્ક્રીન-રાઈટર અને ડિરેક્ટર છે. તેણે જાને તૂ…યા જાને ના, ધોબી ઘાટ, દંગલ, તલાશ, સિક્રેટ સુપર સ્ટાર, પીપલી લાઈવ જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. એ ઉપરાંત તેણે ધોબીઘાટ ડિરેક્ટ પણ કરી છે. કિરણ બોલિવૂડ સ્ટાર્સ વાઈફમાંથી સૌથી સફળ મહિલા છે.

error: Content is protected !!