ખજુરભાઈના ઘરે જઈને કિંજલ દવેએ લીધા આશીર્વાદ, કેમ સાળી કહ્યું? કારણ જાણીને….

ખજુરભાઈના ઘરે જઈને કિંજલ દવેએ લીધા આશીર્વાદ, કેમ સાળી કહ્યું? કારણ જાણીને….

આજ એક સુંદર બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ સૌ કોઈ ગુજરાતની લાડલા ખજુરભાઈના ઘરે જઈને તેના આશીર્વાદ લીધા હતા. સામે ખજુરભાઈએ પણ બહેન કિંજલ દવેને પગે લાગ્યા હતા. આ તકે કિંજલ દવેનો આખો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. આ અંગેની તસવીરો ખજુરભાઈ એટલે કે નીતિન જાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

જેમાં નીતિન જાનીએ કિંજલ દવે હવે સાળી બની ગયા હોવાનું કહ્યું હતું. નીતિન દવેએ પોસ્ટમાં લખ્યું- ‘મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે પધાર્યો હતો. તે હવે મારી સાળી બની ગઈ છે.’

નીતિન જાનીની આ પોસ્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.  હવે પ્રશ્ન એમ થાય કે નીતિન દવેએ કિંજલ દવેને સાળી કેમ કહી? કેમ કે નીતિન દવેએ હાલમાં જ મિનાક્ષી દવે સાથે લગ્ન કર્યા હતા.

આમ મિનાક્ષી અને કિંજલ બંનેની સરનેમ ‘દવે’ સરખી હોવાથી નીતિન જાનીએ આમ કહ્યું હોઈ શકે છે.

આ તકે પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.

આ મુલાકાતમાં ખજુરભાઈ અને કિંજલ દવેએ ખૂબ મસ્તી કરી હતી.