કિંજલ દવેએ થનારી ભાભી અને નણંદનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, ભાભી-નણંદ વચ્ચે આવું હતું ટ્યુનિંગ, સિમ્પલ પણ સુંદર લૂકમાં જોવા મળી સિંગર, જુઓ તસવીરો

કિંજલ દવેના ઘરે અત્યારે ઉત્સાહનો માહોલ છે. આજે કિંજલ દવેની થનારી ભાભી અને થનારી નણંદ જાગૃતિ જોષીનો બર્થડે છે. કિંજલ દવેનો પરિવાર અને મંગેતર પવન જોષીનો પરિવારે જાગૃતિ જોષીનો 22મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. ઘરને ડેકોરેટ કર્યું હતું તેમજ સુંદર કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ સાથે ખુશીની વાત એ છે કે કિંજલ દવેએ સફેદ કલરની મર્સિડિઝ કાર ખરીદી છે. બાન્ડ ન્યુ કારની તસવીરો પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે.

કિંજલ દવેએ ભાભી-નણંદ જાગૃતિ જોષની તસવીરો તેમના સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જાગૃતિ જોષીને ઘરમાં લોકો સોનુના હુલામણા નામે બોલાવે છે. કિંજલ દવેએ નણંદ જાગૃતિ જોષની ઘરે જઈને વિશ કર્યું હતું.આ તકે બર્થ બર્થડે ગર્લ જાગૃતિ જોષીએ ઓરેન્જ કલરનું ટોપ પહેર્યું હતું. જ્યારે કિંજલ દવે ટોપ અને જીન્સમાં સિમ્પલ પણ સુંદર લાગતી હતી. જ્યારે મંગેતર પવન જોશીએ બ્લેક ટી-શર્ટ અને આકાશ દવે બ્લેક શર્ટમાં જોવા મળ્યો હતો.

બર્થ-ડે માટે ઘરમાં ફ્લાવર અને બલૂન્સથી સજાવટ કરવામાં આવી હતી. તેમજ થ્રી-લેયર વ્હાઈટ કેકનું કટિંગ કર્યું હતું. જાગૃતિ જોષીનાના માતા-પિતાએ હાજર રહીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા.નોંધનીય છે કે જાગૃતિ જોષીએ કિંજલ દવેની ભાભી પણ થાય અને નણંદ પણ થાય. કેમ કે જાગૃતિ જોષી કિંજલ દવેના મંગેતર પવન જોષીની બહેન છે. જાગૃતિ જોષીની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ એ વખતે ખૂબ વાઈરલ થઈ હતી. ત્યાર બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી. જેની મીડિયામાં નોંધ લેવાઈ નહોતી.આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈની તસવીરો આકાશના પિતા લલિતભાઈ દવેએ સોશિયલ મીડિયામાં એ વખતે શેર કરી હતી. જોકે તેમાં તેમણે આકાશ કે જાગૃતિની તસવીરો મૂકી નહોતી. પણ લલિતભાઈ મહેમાનો સાથે બેઠેલા દેખાતા હતા.

નોંધનીય છે કે કિંજલ દવેનો ફિયાન્સ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. આકાશ-જાગૃતિની સગાઈ પણ આ જ ગામમાં કરવામાં આવી હતી. જ્યારે કિંજલનું મૂળ ગામ પાટણ જિલ્લાનું જેસંગપરા છે. આકાશની ફિયાન્સી જાગૃતિને પરિવારજનો પ્રેમથી સોનુ કહીને પણ બોલાવે છે. સગાઈ કર્યાં બાદ આકાશ અને સોનુ ઘણીવાર સાથે જોવા પણ મળ્યા હતા.

આમ તો ભાભી-નણંદ વચ્ચે ખૂબ સારું બંને છે. બને વચ્ચેનું ટ્યુનિંગ પણ સારું છે. બંને હળમળીને રહેતાં હોય એવી તસવીરો પણ સોશ્યિલ મીડિયામાં જોવા મળે છે. એટલું જ નહીં સગાઈ બાદ ભાભીના બર્થ-ડે પર કિંજલે ગિફ્ટ પણ આપી હતી.કિંજલના ફિયાન્સ પવન જોષીની વાત કરીએ તો સરિયદ ગામનો વતની પવન જોશી પોતાના પિતાના બિઝનેસ અર્થે બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહ્યો હતો. જોકે બાદમાં તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો હતો. પવન જોષીને ફીટ રહેવું વધુ પસંદ છે. તેના વર્કઆઉટના વીડિયો પણ તેણે સોશ્યલ મીડિયામાં શેર કર્યા છે.

તાજેતરમાં જ સિંગર કિંજલ દવે મંગેતર પવન જોષી સાથે મુંબઈ ગઈ હતી. તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ ગયા હતા. પવન જોષીએ સો.મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર શૅર કરી હતી. કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. ત્રણેય સિરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.કિંજલ દવેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ‘જીવી લે’ સોંગ ગાયું હતું. નોંધનીય છે કે 2018માં કિંજલે ‘દાદા હો દીકરી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2019માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

error: Content is protected !!