દુખઃદ ઘટનાઃ પિતા કહ્યું દહેજમાં ક્રેટા કાર ન આપી શક્યા તો અમારી વ્હાલસોયી દીકરીની હત્યા કરી નાંખી
ગુરુગ્રામ : તનુજાના લગ્ન 24 મે 2020 માં ખરખડી ગામના રહેવાસી સંદીપ સાથે થયા હતા. આ એક અરેંજ મેરેજ હતા. 7 માર્ચે સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તનુજા હોસ્પિટલમાં એડમિટ છે.પિતાનો આરોપ છે કે તેણે દહેજમાં દિકરાના જમાઇને ક્રેટા કાર આપી નહોતી, તેથી જ તેઓએ તનુજાને ઝેર આપીને તેની હત્યા કરી હતી.
ગુરુગ્રામમાં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું. મૃતકના પરિવારજનોએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકની ઓળખ તનુજા તરીકે થઈ છે. તે એક બેંકમાં નોકરી કરતી હતી. પિતાનો આરોપ છે કે તેણે દહેજમાં દિકરાના જમાઇને ક્રેટા કાર આપી નહોતી, તેથી જ તેઓએ તનુજાને ઝેર આપીને તેની હત્યા કરી હતી.
તનુજા ગુરુગ્રામના હયાતપુરમાં એક ખાનગી બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે પોસ્ટ કરાઈ હતી. હકીકતમાં, તનુજાના લગ્ન 24 મે 2020 માં ખરખડી ગામના રહેવાસી સંદીપ સાથે થયા હતા. આ એક અરેંજ મેરેજ હતા.7 માર્ચે સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તનુજા હોસ્પિટલમાં એડમિટ છે.
મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સંદિપ અને તેના પરિવાર સામે આઈપીસી કલમ 304B(દહેજ હત્યા) અને કલમ 498A એટલે (દહેજની માંગણી) સાથે ગુનો નોંધ્યો હતો. તનુજાના પિતાએ કહ્યું હતું કે લગ્ન પછી તે ‘ક્રેટા’ નહોતી આપી, તેથી તેણે તેની હોનહાર પુત્રીની હત્યા કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે સંદિપ અને તેનો પરિવાર તનુજાને માર મારતો હતો. તેનો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે આ મામલે બંને પરિવારો વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી, પરંતુ આ હોવા છતાં સંદીપ અને તેના પરિવારજનોની દહેજની માંગ વધતી જ રહી છે. તે દરમિયાન પરેશાન રહેતી તનુજાનું હાલમાં શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. હવે બિલાસપુર પોલીસ સ્ટેશનની પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.