21 વર્ષ પહેલાં પુત્રને કીડનીનું દાન અને હવે વિધવા પુત્રવધૂનું કન્યાદાન

જૂનાગઢ:લલિતભાઇ ઓઝા એટલે જૂનાગઢના વોઇસ ઓફ મહંમદ રફી. 73 વર્ષીય લલિતભાઇને જૂનાગઢના સંગીત રસીયા ન ઓળખતા હોય એવું ન બને. જૂનાગઢમાં યોજાતી કોઇપણ મ્યુઝીકલ કોન્સર્ટમાં તેમને સાંભળવા જનાર એક વર્ગ રહેતો. જો ફિલ્મી ગીત સ્પર્ધા હોય તો પ્રતિસ્પર્ધીઓ માની જ લે કે, પોતે બીજા નંબરથીજ સંતોષ માનવો પડશે. લલિતભાઇના યુવાન પુત્રનું 6 માસ પહેલાં કોરોનાને લીધે મૃત્યુ થયું. હવે લલિતભાઇ પોતાની પુત્રવધૂને પિતા બની કન્યાદાન કરનાર છે.

જૂનાગઢના વોઇસ ઓફ રફીના પુત્રને છ માસ પહેલા કોરોના ભરખી ગયો હતો                                                             જૂનાગઢના લલિતભાઈ ઓઝાનો પુત્ર ગૌરાંગ પણ ગાયક કલાકાર હતો. 21 વર્ષ પહેલાં તેની બંને કીડની ફેઇલ થઇ ગઇ હતી. લલિતભાઇએ પુત્રને પોતાની કીડની આપી નવજીવન બક્ષ્યું. જોકે, પિતા પાસેથી કીડની મળ્યા બાદ પણ તેણે સ્ટીરોઇડ્સ અને અનેક દવાઓના સહારે જીવવું પડતું. જોકે, ચહેરો હસતો રાખી તે મ્યુઝીકલ શો કરતો, ગાતો. 2012 માં ગૌરાંગના લગ્ન થયાં. પત્ની હિતાર્થી સાથેનું લગ્નજીવન પણ સુખી હતું.

પણ કોરોનાની બીજી લહેર માત્ર 42 વર્ષની વયે ગૌરાંગને ભરખી ગઇ. લલિતભાઇ અને તેમના પત્નીએ આ દિવાળીમાં પુત્રવધૂને નવા જીવનની ભેટ આપવાનો નિર્ણય કર્યો. તેના માટે મુરતિયો શોધ્યો. અને તા. 17 ઓક્ટોબરે જ્ઞાતિનાજ વિશ્વેશ રાજેશભાઇ ઝાલા સાથે હિતાર્થીની સગાઇ કરી. 21 વર્ષ પહેલાં દિકરાના જીવન માટે કિડનીનું દાન કર્યા બાદ હવે પુત્રવધૂના ઉજ્જવળ ભવિષ્ય માટે સસરામાંથી પિતા બની લલિતભાઇ કન્યાદાન કરશે.

લલિતભાઇએ પુત્રને પોતાની કીડની આપી નવજીવન બક્ષ્યું. જોકે, પિતા પાસેથી કીડની મળ્યા બાદ પણ તેણે સ્ટીરોઇડ્સ અને અનેક દવાઓના સહારે જીવવું પડતું. જોકે, ચહેરો હસતો રાખી તે મ્યુઝીકલ શો કરતો, ગાતો. 2012 માં ગૌરાંગના લગ્ન થયાં. પત્ની હિતાર્થી સાથેનું લગ્નજીવન પણ સુખી હતું.21 વર્ષ પહેલાં દિકરાના જીવન માટે કિડનીનું દાન કર્યા બાદ હવે પુત્રવધૂના ઉજ્જવળ ભવિષ્ય માટે સસરામાંથી પિતા બની લલિતભાઇ કન્યાદાન કરશે.

error: Content is protected !!