6 વર્ષથી ઝાડ સાથે સાંકળથી બંધાયેલો હતો 22 વર્ષનો યુવક, ખજૂરભાઈ મળવા પહોંચ્યા તો ફેંક્યા પથ્થરો, છતાં પણ… ખજૂરભાઈની બહાદુરીને સો સો સલામ… 

બોટાદ: તાલુકાના સરવા ગામે એક માનસિક અસ્થિત મગજનાં યુવકને ઝાડ સાથે બાંધીને રાખ્યો હોવાની વાત મળતાજ જાણીતા યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ તાત્કાલિક સરવા ગામે આવી અસ્થિત મગજનાં યુવકના પરિવાર માટે માત્ર ચાર દિવસમાં પાણીની વ્યવસ્થા સાથે ઘર બનાવી આપી આ અસ્થિર મગજના યુવકને સારવાર માટે ભાવનગર ખાતે મોકલી આ પરિવારની સેવા કરી હતી.

બોટાદ તાલુકાના સરવા ગામે છેલ્લા ચાર દિવસથી સતત તાપ તડકો જોયા વગર જે ઉમદા મદદની ભાવનાથી માનવીય અભિગમ સાર્થક કરી બતાવ્યો છે તેવા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈને એક 22 વર્ષના યુવાન મહેશભાઈની સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે બોટાદ જિલ્લાના સરવા ગામે તુરખારોડ પર એક ખેત તલાવડીની બાજુમાં રહેતા પરિવારના યુવાન પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેને ઘરની બહાર ઝાડ સાથે બાંધી રાખવામાં આવતો હતો.

આ માનસિક અસ્થિર યુવાનને નીકળતા લોકોને ગામજનોને તથા ઘરના પરિવારને પથ્થર મારે તે હાલતમાં છે અને તેને છેલ્લાં 6 મહિનાથી ઘરની બહાર જ બાવળ સાથે બાંધી રાખવામાં આવ્યો હતો. આ અંગે માહિતી મળતા ગુજરાતના જાણીતા યુટયુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પોતે પોતાની ટીમને લઈ સરવા ગામ આવી પહોંચ્યા હતાં.

અને ત્યાં પહોંચી સતત ચાર દિવસ મહેનત કરી આ ગરીબ પરિવારને રહેવા માટે મકાન બનાવવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ આ માનસિક અસ્થિર યુવાન મહેશને પોતાની જાતે નવડાવી, બાલદાઢી કરી સ્વચ્છ કપડાં પહેરાવી ભાવનગર દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ માનવિય સેવાની બોટાદ જિલ્લામાં લોક મુખે ચર્ચાનો વિષયબન્યો હતો.

ગુજરાતનો સોનુ સુદ ગણાતા એવા ખજુરભાઈનો તાજેતરમાં જન્મ દિવસ હતો ત્યારે લોકો તેને સોશિયલ મિડીયા પર લાંબી ઉંમર માટે શુભકામનાઓ પાઠવી હતી. અમે તમને ખજુરભાઈ એટલે કે નીતિન જાનીના જીવનની એવી વાતો જણાવશુ કે તમે ભાગ્યે જ જાણતા હશો. ગુજરાતી કોમેડીના બાદશાહ ખજૂરભાઈ એટલે કે નીતિન જાની બારડોલીના સમૃદ્ધ ગણાતા બાબેન ગામમાં રહે છે. નીતિન જાની પરિવાર સાથે બાબેનના લેક સિટિમાં બંગલો ધરાવે છે.

error: Content is protected !!