સગાઈના 2 દિવસ પહેલાજ લાડલી દીકરીનો પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ, માતાનું કરૂણ આક્રંદ, દુઃખદ બનાવ

એક હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યારે સગાઈના બે દિવસ પહેલા જ 27 વર્ષીય યુવતીનો મૃતદેહ તેના ઘરની ટાંકીમાંથી મળી આવ્યો હતો અને આખું ઘર પણ લોહીથી ખાબોચીયાથી ભરાયેલું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા. આ બનાવને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જયાં શરણાઈ વગવાની હતી ત્યા હવે મરશીયા ગવાશે.

આ બનાવ મધ્યપ્રદેશના ખંડવામાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાનું નામ રજની મસારે છે, જે ખંડવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની પોસ્ટ પર છે. તેનો મૃતદેહ તેના ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. શરીર પર તીક્ષ્ણ ઘાના નિશાન મળી આવ્યા છે. 27 વર્ષની રજની ખંડવાના રામનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

યુવતીનો સંબંધ નક્કી થયો હતો. મંગળવારે તેની સગાઈ થવાની હતી. પરંતુ, તેના 2 દિવસ પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે રજનીનો મોબાઈલ શુક્રવારથી બંધ હતો. સ્કૂટી પણ ગાયબ હતી.

રજનીની માતા બસંતી તેને જોવા માટે ખંડવા આવી હતી. શનિવારે જ્યારે તે ઘરે પહોંચી અને દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જે બાદ પોલીસ પહોંચી હતી. મહિલા કર્મચારીની સ્કૂટી પણ પોલીસને લાવારસ હાલતમાં મળી આવી હતી.

હત્યાનો ભેદ ઉકેલવા પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરના આગળના દરવાજે તાળું તોડીને જ્યારે તે પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા ત્યારે નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

રૂમ લોહીથી ખાબોચિયા ભરાયા હતા. શોધખોળ દરમિયાન યુવતીની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીનો સંબંધ નક્કી હતો અને મંગળવારે તેની સગાઈ થવાની હતી.

પ્રેમ પ્રકરણના કારણે આ ઘટના બની હોવાની પોલીસને શંકા છે. યુવતીની હત્યા કેસમાં પોલીસને તેના બોયફ્રેન્ડ પર શંકા છે. તેને શોધવા માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

error: Content is protected !!