ઝડપાયું પત્નીઓની અદલા-બદલીનું મોટું રેકેટ, મોજ-મજા માટે કરતા હતા પત્નીઓની અદલા-બદલી

કેરળમાં પત્નીઓની અદલાબદલી માટે ચલાવવામાં આવતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે WhatsApp અને Messenger પર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં લગભગ એક હજાર લોકોને એડ કરવામાં આવ્યા હતા. Husband Wife Exchange Racketમાં સંડોવાયેલા 7 લોકોની પોલીસે કોટ્ટયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે.

એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી કે તે તેને અન્ય પુરુષો સાથે સેક્સ કરવા દબાણ કરતો હતો. અગાઉ કયામકુલમથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી.

આ કિસ્સામાં, ચાંગનચેરીના ડેપ્યુટી એસપી, આર શ્રીકુમારે કહ્યું- “પહેલા તેઓ ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રુપોમાં જોડાતા હતા અને પછી એકબીજાને મળતા હતા. અમે ફરિયાદીના પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.” ધરપકડ કરાયેલા લોકો કેરળના અલાપ્પુઝા, કોટ્ટયમ અને એર્નાકુલમના રહેવાસી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે રાજ્યના ઘણા એલીટ ક્લાસના લોકો આ રેકેટનો ભાગ છે.

અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે. આ રેકેટમાં વોટ્સએપ ગ્રુપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સભ્યો હોવાની આશંકા છે.

રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેને અન્ય પુરુષ સાથે સેક્સ કરવા દબાણ કરી રહ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને મિત્રોની ધરપકડ કરી હતી. આ ધરપકડો પછી પોલીસને ‘એક્સચેન્જ રેકેટ’ વિશે ખબર પડી.

જણાવવામાં આવી રહ્યું છે કે Kerala Husband Wife Exchange Racketમાં એક હજારથી વધુ લોકો સામેલ છે, જેમાં શારીરિક સંબંધો માટે મોટા પાયે મહિલાઓની આપ-લે થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટ ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચાલે છે. હાલ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!