‘કૌન બનેગા કરોડપતિ 13’:ગાર્ડનો દીકરો બન્યો કરોડપતિ, સાહિલ સાત કરોડના સવાલનો સાચો જવાબ આપી શકશે?

‘કૌન બનેગા કરોડપતિ 13’ને સીઝનનો બીજો કરોડપતિ સ્પર્ધક મળવાનો છે. એપિસોડનો કેટલાક પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યા છે. સાહિલ હોટસીટ પર એક કરોડ રૂપિયા જીતે છે. સાહિલ ગાર્ડનો દીકરો છે.

સાહિલના પિતા સિક્યોરિટી ગાર્ડ છે. સાહિલ માટે સપનાં જોવા પણ મોંઘાં હતાં, પરંતુ તે પોતાની મહેનત તથા પોતાના જ્ઞાનના જોરે ‘કેબીસી 13’ સુધી પહોંચ્યો છે. સાહિલના જીવનનો પ્રોમો રિલીઝ કરતાં ચેનલે કહ્યું હતું, ‘પુસ્તકોને પોતાના મિત્ર, પિતાને આદર્શ, જ્ઞાન તથા મહેનતને પોતાનું હથિયાર માનનારા સાહિલે ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા જીત્યા છે. શું હવે તે સાત કરોડ રૂપિયાના સવાલનો જવાબ આપી શકશે.’
21 ઓક્ટોબરે એપિસોડ ટેલિકાસ્ટ થશે
સંઘર્ષમય જીવન જીવનાર સાહિલ માટે ‘કેબીસી’ સોનેરી તક લઈને આવ્યું છે. એક કરોડ જીતીને સાહિલ સીઝનનો બીજો કરોડપતિ બની ગયો છે. આ એપિસોડ 21 ઓક્ટોબરે ટેલિકાસ્ટ થશે.
error: Content is protected !!