મહિલા કોન્સ્ટેબલના પ્રેમમાં પાગલ યુવાને મિત્રની પોતાની લાશ સાબિત કરવા આવું કર્યું, ધ્રુજાવી દેતો બનાવ

ઉત્તર પ્રદેશમાં 4 વર્ષ પહેલા નોઇડા અને કાસગંજમાં 4 લોકોની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી રાકેશે પ્રેમ પ્રકરણના કારણે ગ્રેટર નોઈડામાં તેની પત્ની અને બે બાળકોની લોખંડના સળિયાથી હત્યા કરી હતી. ત્યારબાદ ત્રણેયના મૃતદેહોને ઘરના ભોંયરામાં દફનાવી દીધા હતાં. રાકેશે પોતાને મૃત બતાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાસગંજમાં તેના મિત્રની પણ હત્યા કરી હતી.

પોલીસે ગુરુવારે રાત્રે રાકેશના ઘરના ભોંયરામાં ખોદકામ કર્યું અને તેની પત્ની અને બંને બાળકોના હાડપિંજર મળી આવ્યા છે. રાકેશના મિત્રનો મૃતદેહ પહેલેથી જ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી છે.

આ કેસ અલીગઢથી શરૂ થયો હતો. નાગાંવ ગામ, થાના ગંગીરીના રહેવાસી રાકેશ અને રૂબી અહીં એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ 2011માં રાકેશે એટાના મારહરા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા કલુઆ ગામની રહેવાસી રત્નેશ કુમારી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ પણ રાકેશ અને રૂબીના સંબંધો ચાલુ રહ્યા હતા. રૂબી 2016માં ઉત્તર પ્રદેશ પોલીસમાં પોલીસની નોકરી કરતી હતી અને આગ્રામાં તાજમહેલની સુરક્ષા માટે ફરજ પર લાગી હતી.

તે વખતે રાકેશ પોતાની પત્ની સાથે ગ્રેટર નોઈડામાં પંચ વિહાર કોલોનીમાં રહેતો હતો. અહીં તેની સાથે ત્રણ વર્ષની પુત્રી અવની અને દોઢ વર્ષનો પુત્ર અર્પિત પણ રહેતો હતો, પરંતુ બે બાળકો હોવા છત્તા રાકેશ રૂબીને મળતો રહ્યો.
2018માં રાકેશે રૂબી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. ત્યારે રૂબીએ શરત મૂકી હતી કે જ્યારે રાકેશ તેની પત્ની અને બાળકોને છોડશે ત્યારેજ તે તેની સાથે લગ્ન કરશે. ત્યારે રાકેશે પત્ની અને બાળકોને રસ્તાથી હટાવવાનો નિર્ણય લીધો.


14 ફેબ્રુઆરી 2018એ એટલે કે વેલેન્ટાઈન-ડેના દિવસે રાકેશ પત્ની અને બાળકોને લઈને ભોંયરામાં લઈ ગયો અને તેમના પર લોખંડના સળિયાથી હુમલો કરી દીધો. તેનાથી ત્રણેયની ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ત્યાર બાદ ત્રણેય મૃતદેહને ભોંયરામાં જ ખાડો કરી દાટી દીધા અને ઉપર દિવાલ બનાવી દીધી.

પોલીસે રાકેશ સાથે તેની પ્રેમિકાની ધરપકડ કરી છે
પોતાને મૃત જાહેર કરવા માટે રાકેશે મિત્રને મારી કાઢ્યો
રાકેશ પોતાના સાસરે સતત જૂઠ્ઠુ બોલતો રહ્યો પરંતુ પોતાની દીકરી અને તેના બાળકો સાથે વાત ન થતા રાકેશના સસરાએ બીજા જ દિવસે દીકરીના અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે રાકેશની પૂછપરછ શરૂ કરી ત્યારે તે ડરી ગયો હતો અને તાત્કાલીકકાસગંજ પહોંચ્યો હતો અને અહીં તેણે તેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે કાલુઆને મારી નાખ્યો હતો.

તેણે મૃતદેહને ટ્રેક પર ફેંકી દીધો અને પોતાની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો બગાડી દીધો. રાકેશે પોતાનું આઈડી રાકેશના શરીર પાસે જ છોડી દીધું જેથી લોકોને લાગ્યું કે તે મરી ગયો છે. ત્યારબાદ રાકેશે તેના ભાઈને હત્યાનો કેસ દાખલ કરવા જણાવ્યું હતું.

રાકેશે પોતાના મિત્રની હત્યા કર્યા બાદ પોતાની ઓળખ બદલી નાખી હતી. તેમણે પોતાનું નામ બદલીને દિલીપ શર્મા કરી આધાર કાર્ડ પર કુશીનગરનું સરનામું લખાવી દીધું હતું. દિલીપ શર્માના નામે જ તેણે હરિયાણાના પાણીપતમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. આ દરમિયાન તે સતત ગર્લફ્રેન્ડ રૂબીના સંપર્કમાં હતો. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તે

તેની ગર્લફ્રેન્ડને મળવા માટે 1 સપ્ટેમ્બરે કાસગંજથી નીકળ્યો હતો. રાકેશ સાથે તેના પિતા બનવારીલાલ, માતા ઇન્દુમતી, ભાઈ રાજીવ અને પ્રવેશ અને ગર્લફ્રેન્ડ રૂબીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

error: Content is protected !!